ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં બુટલેગરો બેફામ, ક્રાઇમબ્રાન્ચે રીક્ષામાંથી વિદેશી દારૂ ઝડપ્યો - Gujarati News

રાજકોટઃ શહેરના કાલાવડ રોડ નજીક ક્રાઇમબ્રાન્ચે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. વિદેશી દારૂ સાથે ક્રાઇમબ્રાન્ચે 3 ઇસમોઓની ધરપકડ કરી હતી. આ ઈસમો દ્વારા રિક્ષાની આડમાં વિદેશી દારૂની હેરફેર કરવામાં આવતી હતી.

બુટલેગરો બેફામ, ક્રાઇમબ્રાન્ચે રીક્ષામાંથી વિદેશી દારૂ ઝડપ્યો

By

Published : May 5, 2019, 10:32 AM IST

રંગીલા રાજકોટમાં બુટલેગરોને જાણે કોઈ ડર જ ન હોય તેમ બેફામ વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે હવે વિદેશી દારૂની હેરાફેરી રિક્ષામાં થતી હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના હાર્દ સમા કાલાવડ રોડ પર એક રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યા હોવાની ક્રાઇમબ્રાન્ચને બાતમી મળી હતી.

બુટલેગરો બેફામ, ક્રાઇમબ્રાન્ચે રીક્ષામાંથી વિદેશી દારૂ ઝડપ્યો

જેના આધારે તપાસ કરતા એક સીએનજી GJ07 VV 2040 નંબરની રિક્ષામાંથી અલગ અલગ કંપનીની કુલ 60 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આ વિદેશી દારૂના જથ્થા સાથે ક્રાઇમબ્રાન્ચે સંદીપ રમેશભાઈ ખેર, સિકંદર રસુલભાઈ કુરેશી અને હેમંત પ્રેમજીભાઈ દફડા નામના ઇસમોને ઝડપી પાડ્યા હતા. આ સાથે ક્રાઇમબ્રાન્ચે કુલ 63 હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

ABOUT THE AUTHOR

...view details