રાજ્યમાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજવાના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે દેશમાં તમામ નાનામોટા પક્ષો પોત પોતાની પાર્ટીના પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે. જેને લઈને રાજકોટ શહેર જિલ્લા ભાજપ દ્વારા શહેરના 150ફૂટ રિંગ રોડ પર આવેલા પાર્ટી પ્લોટમાં વિજય સંમેલન કાર્યક્રમયોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપનાનેતાઓ તેમજ ધારાસભ્ય સહિતવર્તમાન સાંસદ અને ભાજપના રાજકોટની લોકસભાની બેઠકના ઉમેદવાર મોહન કુંડારિયા ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટમાં ભાજપનું વિજય સંમેલન કાર્યક્રમ યોજાયું - RAJKOT
રાજકોટ: રાજકોટમાં આજે 150 ફૂટ રિંગ રોડ પર ભારતીય જનતા પાર્ટીનું વિજય સંમેલન કાર્યક્રમ યોજાયું હતું.જેમાં કેન્દ્રીયપ્રધાન સુરેશ પ્રભુ, કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયા, પુરૂષોતમ રૂપાલા સહિતના દિગ્ગજોએ હાજરી આપી હતી અને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપના કાર્યકર્તાઓને ઘરે ઘરે જઈને ભાજપની યોજનાઓ અંગે માહિતગાર કરવા માટેનું આહવાન કર્યું હતું.
સ્પોટ ફોટો
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાજપના નેતાઓ દ્વારા કાર્યકર્તાઓને સંબોધન કરવામાં આવ્યું હતું. તેમજ રાજકોટની લોકસભાની બેઠક પર ફરી એક વખત બહુમતીથી મોહન કુંડારિયાને જીતાડવા માટે કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું.