ગુજરાત

gujarat

ETV Bharat / state

સૌરાષ્ટ્રની ચર્ચાસ્પદ ધોરાજી વિધાનસભા બેઠક પરથી ભાજપે કેમ ઉમેદવાર જાહેર ન કર્યા - સૌરાષ્ટ્રની ચર્ચાસ્પદ ધોરાજી વિધાનસભા બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) માટે કેટલીક બેઠક પર રાજકીય બડેખાંઓની ખાસ નજર રહેવાની છે. જેમાં 75 ધોરાજી વિધાનસભા બેઠક રહેશે. કારણ કે અહીં લલિત વસોયા ( Lalit Vasoya ) ભાજપમાં જઉં જઉંની વાતો હવામાં છે તેવામાં ભાજપે પ્રથમ યાદી જાહેર કરી તેમાં આ બેઠક ( Dhoraji Seat ) પર ઉમેદવાર જાહેર નથી કર્યાં, તેના ઘણાં સંકેતો માનવામાં આવી રહ્યાં છે.

સૌરાષ્ટ્રની ચર્ચાસ્પદ ધોરાજી વિધાનસભા બેઠક પરથી ભાજપે કેમ ઉમેદવાર જાહેર ન કર્યા
સૌરાષ્ટ્રની ચર્ચાસ્પદ ધોરાજી વિધાનસભા બેઠક પરથી ભાજપે કેમ ઉમેદવાર જાહેર ન કર્યા

By

Published : Nov 10, 2022, 7:59 PM IST

રાજકોટજિલ્લાની 75 ધોરાજી વિધાનસભા બેઠક પર આજે જાહેર થયેલા 160 ઉમેદવારોમાં અહીંથી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી. ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ( Gujarat Assembly Election 2022 )કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા ખૂબ મોટા અંતરથી ચૂંટાયાં હતા. પરંતુ પાછલા કેટલાક સમયથી લલિત વસોયા ( Lalit Vasoya )ભાજપમાં જોડાશે તેવી અટકળોની વચ્ચે આજે ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ધોરાજી બેઠક ( Dhoraji Seat ) પરથી ઉમેદવાર જાહેર કરવાનું ટાળ્યું છે.

ધોરાજી બેઠક પર ભાજપ જોઈ રહી છે વર્તમાન ધારાસભ્યની રાહઆજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ વિધાનસભાની 160 બેઠક પરથી ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જે પૈકી 75 ધોરાજી વિધાનસભા બેઠક ( Dhoraji Seat )પર ભાજપે ઉમેદવાર જાહેર કરવાની લઈને થોભો અને રાહ જુઓની નીતિ અમલમાં મૂકી છે. વર્ષ 2017 માં કોંગ્રેસના લલિત વસોયા ( Lalit Vasoya )ખુબ મોટા અંતરથી ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલને ચૂંટણી હરાવવામાં સફળ રહ્યા હતા. લલિત વસોયા ધારાસભ્ય બન્યા બાદ તેઓ પક્ષપલટો કરશે તેવા અહેવાલોને લઈને પાછલા પાંચ વર્ષ દરમિયાન સતત ચર્ચામાં જોવા મળી રહ્યા છે. લલિત વસોયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓની વચ્ચે ભાજપે આજે જાહેર કરેલી યાદીમાં ધોરાજી વિધાનસભા બેઠક પરથી ઉમેદવારની જાહેરાત કરી નથી. આ તમામ શક્યતાની વચ્ચે લલિત વસોયા આગામી 14 તારીખે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન રજૂ કરશે તેવો દાવો ઠોકી દીધો છે. તેમ છતાં ભાજપે અહીંથી ઉમેદવાર જાહેર કરવાને લઈને થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે.

લલિત વસોયાને ભાજપમાં લાવવા થઈ રહી છે મથામણપાટીદાર અનામત આંદોલન સમિતિના સક્રિય કાર્યકર રહ્યા બાદ વર્ષ 2017 ની સામાન્ય ચૂંટણીમાં લલિત વસોયા ( Lalit Vasoya )કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધોરાજી વિધાનસભા બેઠક ( Dhoraji Seat )પરથી જીત મેળવવામાં સફળ રહ્યા હતા. પરંતુ પાટીદાર અનામત આંદોલન સમિતિના મોટાભાગના સભ્યો આજે કોંગ્રેસથી દૂર થઈ રહ્યા છે અને આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ ભાજપમાં છે. ત્યારે લલિત વસોયા પણ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાને પાછલા બે વર્ષથી સતત વેગ મળી રહ્યો છે. તેની વચ્ચે લલિત વસોયા સતત ભાજપમાં નહીં જોડાવાને લઈને પોતાના નિવેદનો આપી રહ્યા છે. પરંતુ જે બેઠક પર ભાજપ નબળી છે ત્યાં કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની નીતિના ભાગરૂપે આજે જાહેર થયેલા ઉમેદવારોમાં નામોમાં ધોરાજી બેઠક પરથી ઉમેદવારના નામની જાહેરાત કરાઈ નથી જે ઘણી સૂચક માનવામાં આવે છે.

ધોરાજી બેઠક પાટીદાર અને મુસ્લિમ મતદાર બહુલ બેઠકધોરાજી બેઠક ( Dhoraji Seat )પર પાછલા રાજકીય ઇતિહાસની વાત કરીએ તો પાટીદાર જ્ઞાતિમાંથી આવતા ઉમેદવારો ધારાસભ્ય બની રહ્યા છે. ધોરાજી વિધાનસભા બેઠક પર પાટીદાર અને મુસ્લિમ મતદારો ખૂબ જ નિર્ણાયક માનવામાં આવે છે. આ બે જ્ઞાતિના મતદારો કોઈ પણ રાજકીય પક્ષ કે ઉમેદવાર સાથે જોડાય તો તે ઉમેદવાર ધારાસભાની ચૂંટણી જીતવામાં સફળ રહે છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન વખતે લલિત વસોયા ( Lalit Vasoya )20,000 કરતાં વધુ મતોથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. પરંતુ હવે તેઓ ભાજપમાં જોડાશે તેવી વાતો પાછલા બે વર્ષથી ચાલી રહી છે જેની વચ્ચે ભાજપે ધોરાજી બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવાનું ટાળ્યું છે. તો કોંગ્રેસના ઉમેદવાર તરીકે લલિત વરસોયા ઉમેદવારી પત્ર ભરશે તેવું તે ખુદ જણાવી રહ્યા છે. અહીંથી આમ આદમી પાર્ટીએ પણ પાટીદાર અગ્રણી વિપુલ સખીયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details