ગુજરાત

gujarat

ETV Bharat / state

Ambedkar Jayanti 2023: આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ટેટુનો ક્રેઝ વધ્યો, યુવાનોએ આ વર્ષે તેમના વધુ ટેટૂ દોરાવ્યા - Ambedkar Jayanti 2023

ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે યુવાનોએ આ વર્ષે તેમના વધુ ટેટૂ કરાવ્યા છે. પુરુષો તેમજ મહિલાઓએ બહોળી સંખ્યામાં ડૉક્ટર બાબા સાહેબના ટેટૂઓ કરાવ્યા છે. લોકોમાં બાબા સાહેબનો ઉત્સાહ અને લાગણીઓ આ ટેટૂના માધ્યમથી જોવા મળે છે.

Ambedkar Jayanti 2023: આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ટેટુનો ક્રેઝ વધ્યો, યુવાનોએ આ વર્ષે તેમના વધુ ટેટૂ દોરાવ્યા
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ટેટુનો ક્રેઝ વધ્યો

By

Published : Apr 14, 2023, 10:33 AM IST

Ambedkar Jayanti 2023: બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ટેટુનો ક્રેઝ વધ્યો, યુવાનોએ આ વર્ષે તેમના વધુ ટેટૂ દોરાવ્યા

રાજકોટ: તમે ટેટૂને લઇને યંગસ્ટર્સમાં ક્રેઝ જોયો હશે. પરંતુ કોઇ વ્યક્તિને લઇને એટલો પ્રેમ કે લોકો તેમના ટેટૂ કરાવી રહ્યા છે. બાબા સાહેબની જયંતી પર લોકો તેમના નામ અને ફોટાના ટેટૂનો ક્રેઝ વધુ જોવા મળ્યો છે. 14 એપ્રિલના (આજે) રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી છે. આ જન્મ જયંતીની સમગ્ર દેશની અંદર ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે ગોંડલના ટેટૂ આર્ટિસ્ટ પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ટેટૂનો ક્રેઝ વધ્યો હતો. જેમાં પુરુષો તેમજ મહિલાઓએ બહોળી સંખ્યામાં ડૉક્ટર બાબા સાહેબના ટેટૂ કરાવ્યા છે.

ટેટૂનો ક્રેઝ:આ અંગે ગોંડલના ટેટૂ આર્ટિસ્ટ ધર્મેન્દ્ર મકવાણાએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, 14 એપ્રિલના રોજ ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી ઉજવવામાં આવે છે. આ ઉજવણી નિમિત્તે યુવાનોમાં અને યુવતીઓમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ટેટુ નો ક્રેઝ ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળ્યો છે. આ ટેટૂઑ અંગે વધુમાં આ ટેટૂ આર્ટિસ્ટ જણાવે છે કે, બાબાસાહેબ આંબેડકરના ટેટુમાં મુખ્યત્વે તેમની સિગ્નેચર, તેમનો ફોટો, તેમના પોર્ટ્રેટ સહિતના અલગ અલગ રંગોમાં ટેટુઓ દોરાવે છે. આ ટેટૂમાં મુખ્યત્વે ઘણા યુવક યુવતીઓ ટેમ્પરરી ટેટૂ દોર આવે છે તો ઘણા પર્મનેન્ટ ટેટુ દોરાવે છે.

આ પણ વાંચો Rajkot Crime : રાજકોટમાં ભગવાનની પૂજા અર્ચના કરીને દાનપેટી થેલામાં નાખી ચોરે ચાલતી પકડી

અધિકારો માટે લડતા: ડો. આંબેડકરના સૌથી મહત્વપૂર્ણ યોગદાનમાંનું એક ભારતીય બંધારણનો મુસદ્દો તૈયાર કરવાનું હતું. જેણે જાતિ પ્રથા નાબૂદ કરી અને તમામ નાગરિકોને સમાન અધિકારો સુનિશ્ચિત કર્યા છે. સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પ્રધાન તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. સામાજિક ન્યાય અને સમાનતાને પ્રોત્સાહન આપવા માટે નીતિઓના અમલીકરણ તરફ કામ કર્યું હતું. ટીકા અને વિરોધનો સામનો કરવા છતાં, ડૉ. આંબેડકર તેમના સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધ રહ્યા અને 6ઠ્ઠી ડિસેમ્બર 1956 ના રોજ તેમના મૃત્યુ સુધી અનુસૂચિત જાતીના લોકોના અધિકારો માટે લડતા રહ્યા.

આ પણ વાંચો Rajkot Water Problem : ભાજપના કાર્યક્રમમાં હોબાળો, સુવિધાના અભાવને લઈને સ્થાનિકોએ પદાધિકારીનો કર્યો ઘેરાવો

કામ કરવા પ્રેરણા:આજે ડૉ. આંબેડકરને વ્યાપકપણે ભારતીય બંધારણના પિતા અને સામાજિક ન્યાયના ચેમ્પિયન તરીકે ઓળખવામાં આવે છે. તેમના ઉપદેશો અને વારસો ભારતીયોની પેઢીઓને ભેદભાવ સામે લડવા અને વધુ સમાન અને ન્યાયી સમાજ બનાવવાની દિશામાં કામ કરવા પ્રેરણા આપતા રહે છે. વર્તમાન સમયની અંદર લોકો અનેકો પ્રકારના ટેટુઓ પોતાના શરીર પર દોરાવતા નજરે પડે છે. આ ટેટૂઓમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ટેટૂ માટેનો પણ યુવકો અને યુવતીઓ તેમજ વડીલોની અંદર આ વર્ષે વધુ ક્રેઝ જોવા મળે છે. 14 એપ્રિલના રોજ (આજે) બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી છે. ત્યારે લોકોમાં અને યુવક યુવતીઓની અંદર તેમનો ઉત્સાહ અને લાગણીઓ આ ટેટૂ ના માધ્યમથી જોવા મળે છે. તેવું પણ ટેટૂ આર્ટિસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details