ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલમાં વકીલ સહિત 2 વ્યક્તિ પર પાઇપ વડે હુમલો, સમગ્ર ઘટના CCTVમાં કેદ - ક્રાઈમ ન્યુઝ ગોંડલ

ગોંડલ: શહેરમાં સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી થતા વકીલ સહિત બે વ્યક્તિ પર પાઇપથી હુમલો કરવાની ધટના સામે આવી છે. જે ઘટનાને લઇને પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગોંડલમાં વકીલ સહિત 2 વ્યક્તિ પર પાઇપ વડે હુમલો,

By

Published : Nov 16, 2019, 7:34 PM IST

ગોંડલ વિક્રમસિંહજી કોમ્પલેક્ષ વિભાગ પાસે સિધ્ધરાજસિંહ પુર ઝડપે બાઈક લઈને જતા જયેશભાઈએ બાઈક ધીમું ચલાવવાનું કહેતા ઝઘડો થયો હતો. સિધ્ધરાજસિંહ તથા તેની સાથેના શિવભદ્રસિંહે જયેશભાઇને અપશબ્દો બોલતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. આ મામલો મારામારી સુધી જતા વકીલ વચ્ચે પડતા બન્ને પર લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. જાતિ પ્રત્યે અપમાનિત કરતા વકીલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 323, 504, 506 2 , 114 તેમજ એસ્ટ્રોસીટી એક્ટ અને જી પી એક્ટ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ગોંડલમાં વકીલ સહિત 2 વ્યક્તિ પર પાઇપ વડે હુમલો,

ABOUT THE AUTHOR

...view details