ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના કાળાસર ગામે પુત્રીએ પ્રેમલગ્ન કર્યા હોવાથી સાસરી પક્ષ પર હુમલો, 4 લોકો ઈજાગ્રસ્ત - rajkot crime

રાજકોટ જિલ્લાના જસદણના કાળાસર ગામે પ્રેમલગ્ન મામલે એક પરિવાર ઉપર પાંચ શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી સશસ્ત્ર હુમલો કર્યો હતો.જોમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. હુમલાખોરોએ તે પરિવારની પુત્રવધુનું અપહરણ કરી ઘરમાં પુરી દીધી હતી. જેને પોલીસે મુક્ત કરાવી હતી. આ બનાવ બાદ ફરીયાદ પક્ષના બે શખ્સોએ આરોપીના ઘર ઉપર રાત્રીના પથ્થરમારો કરતા બન્નેને પોલીસે ઝડપી લીધા હતા.

કાળાસર ગામે પુત્રીએ પ્રેમલગ્ન કર્યા હોવાથી સાસરી પક્ષ પર હુમલો
કાળાસર ગામે પુત્રીએ પ્રેમલગ્ન કર્યા હોવાથી સાસરી પક્ષ પર હુમલો

By

Published : Dec 16, 2020, 9:29 PM IST

  • કાળાસર ગામે પ્રેમલગ્ન બાબતે સાસરી પક્ષ પર હુમલો
  • હુમલો કરી પુત્રીનું કર્યુ અપહરણ, હુમલામાં 4 લોકો ઈજાગ્રસ્ત
  • 5 વ્યક્તિ વિરુદ્ધ અપહરણ તથા રાયોટ કલમ હેઠળનો ગુનો દાખલ

રાજકોટઃ જસદણના કાળાસર ગામે પ્રેમલગ્ન મામલે એક પરિવાર ઉપર પાંચ શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી સશસ્ત્ર હુમલો કર્યો હતો.જોમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. હુમલાખોરોએ તે પરિવારની પુત્રવધુનું અપહરણ કરી ઘરમાં પુરી દીધી હતી. જેને પોલીસે મુક્ત કરાવી હતી. આ બનાવ બાદ ફરીયાદ પક્ષના બે શખ્સોએ આરોપીના ઘર ઉપર રાત્રીના પથ્થરમારો કરતા બન્નેને પોલીસે ઝડપી લીધા હતા.

પુત્રી પ્રેમલગ્ન કર્યા હોવાથી પરિવારે સાસરી પક્ષ પર કર્યો હુમલો

જિલ્લાના જસદણના કાળાસર ગામે રહેતા 100 વર્ષની ઉંમરના જીણા મીઠાપરાએ તેજ ગામના મનજી સવજી ચાવડા, લીલા મનજી ચાવડા, અજય મનજી ચાવડા, જયરાજ મનજી ચાવડા તથા વિજય મનજી ચાવડા સામે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરીયાદીના પૌત્ર મનીષે આરોપી મનજી ચાવડાની પુત્રી સાથે પ્રેમલગ્ન કર્યા છે. જેનો બદલો લેવા ઉપરોક્ત પાંચેય આરોપીઓએ પ્રાણઘાતક હથિયારો ધારણ કરી ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદીના મકાનમાં ઘુસી જઇ તેના પરિવાર ઉપર કુહાડી, પાવડા તથા ધોકાથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદી જીણાભાઇ તથા તેમના પત્ની જમનાબેનને ફેકચર જેવી ગંભીર ઇજા થઇ હતી.

આરોપીઓએ ફરિયાદીની પૌત્રવધુને મારમારી કર્યુ અપહરણ

સતીષ તથા સંગીતાને માર માર્યો હતો. તેઓને મુંઢ ઇજા પહોંચી હતી. આરોપીઓએ ફરિયાદીના પૌત્રવધુ સંગીતાને મારમારી અપહરણ કરી તેના ઘરમાં પુરી દીધી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં જસદણના ઇન્ચાર્જ PSI આર.પી. કોડીયાતર તથા સ્ટાફ કાળાસર ગામે દોડી જઇ સંગીતાને આરોપીઓના ઘરમાંથી મુકત કરાવી હતી. જો કે આરોપીઓ નાસી છુટ્યા હતા.

5 વ્યક્તિઓ સામે અપહરણ તથા રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ

જસદણ પોલીસે ઇજાગ્રસ્ત વૃદ્ધ જીણાભાઇની ફરીયાદ ઉપરથી પાંચેય સામે અપહરણ તથા રાયોટ સહિતની કલમોનો ગુનો દાખલ કર્યો હતો. જસદણના ઇન્ચાર્જ PSI કોડીયાતર તથા સ્ટાફે ગણતરીની કલાકોમાં જ 5 આોરપીઓને ઝડપી લઇ કોવિડ ટેસ્ટ કરાવી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

ફરીયાદ પક્ષના બે શખ્સોએ આરોપીઓના ઘર પર કર્યો પથ્થરમારો

આ બનાવ બાદ રાત્રીના સમયે ફરિયાદ પક્ષના બે શખ્સોએ આરોપી જુથના ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન PSI કોડીયાતર તથા સ્ટાફે કાળાસર ગામે દોડી જઇ લાલા સહિત 2 લોકોને ઝડપી લીધા હતા. જેમાં એક શખ્સ દારૂ પીધેલી હાલતમાં હોવાથી તેની સામે પ્રોહિબિશન ભંગનો અલગથી ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details