ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં બહેન પાસે રાખડી બંધાવવા જઈ રહેલા વકીલ પર હુમલો - સિવિલ હોસ્પિટલ

રાજકોટઃ ગુરુવારે રક્ષાબંધન નિમિત્તે રાજકોટમાં રહેતા વકીલ હિતેન્દ્ર ગોસાઈ પોતાની બહેન પાસે રાખડી બંધાવવા જઈ રહ્યાં હતાં. તે દરમિયાન ગોંડલ ચોકડી નજીક તેમના પર હુમલો થયો હતો.

Advocate

By

Published : Aug 15, 2019, 8:52 PM IST

આ ઘટનામાં રસ્તા પરથી સાઈડમાં જવાની સામાન્ય બાબતે GJ 03- JC -7067 નંબરની કાર ચાલકે વકીલ સાથે ઝપાઝપી કરી માથામાં કોઈ બોથડ પદાર્થ ઝીકી દીધો હતો. જેને લઈને વકીલ હિતેન્દ્ર ગોસાઈને માથામાં ઇજા પહોંચતાં લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જો કે આ કાર ચાલકો કોણ હતા તે હજુ સુધી સામે આવ્યું નથી. હાલ સમગ્ર મામલે રાજકોટ પોલીસે પણ આગળની તપાસ હાથ કરી છે. ઉલ્લેખનીય છે કે આજે સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનનો તહેવાર સાથે હોય ત્યારે શહેરમાં પણ દિવસ દરમિયાન ટ્રાફિક સહિતની ભીડ જોવા મળી હતી.

હુમલાખોરની ગાડી

ABOUT THE AUTHOR

...view details