રાજકોટઃ રાજકોટ યુનિવર્સિટી પોલીસને વધુ એક સફળતા મળી છે. જેમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરતા બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. આ બન્ને શખ્સો કોઈપણ પ્રકારની ગાયનેકને લગતી કોઈ પણ જાતની મેડીકલની ડીગ્રી (Dr. with a Medical Degree in Rajkot) ધરાવતા ન હોતા, તેમજ ગાયનેકને લગતી કોઈ પણ પ્રકારની સારવાર આપી શકતા ન હોતા છતાં પણ રાજકોટના એક મકાનમાં વાયરલેસ સોનોગ્રાફી કરવાના મશીનથી એક મહિલાનું ગર્ભ પરીક્ષણ (Illegally Fetal Testing) કરતા હતા. જે દરમિયાન યુનિવર્સિટી પોલીસે (Rajkot University Police) બન્નેને ઝડપી પાડ્યા હતા. જ્યારે મેડીકલની કોઈ પણ પ્રકારની ડીગ્રી વગર લોકોની સારવાર કરતા વધુ બે શખ્સો ઝડપતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
નેપાળથી મંગાવ્યું હતું સોનોગ્રાફી કરવાનું મશીન
રાજકોટ યુનિવર્સિટી પોલીસે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા બે શખ્સોને (Two Arrested for Conducting Fetal Test) ઝડપી પાડ્યા છે. જેમાં મુકેશ ઘોઘા ટોળીયાએ BHMS ડૉક્ટર તરીકે અલગ અલગ હોસ્પિટલમાં મેડીકલ ઓફિસર તરીકે નોકરી કરી હતી. જ્યારે અવેશ રફીક પિંજરા નામનો શખ્સ ધોરજીની ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરતો હતો. આ બન્ને શખ્સોએ નેપાળ ખાતેથી વાયરલેસ સોનોગ્રાફી મશીન મંગાવ્યું હતું. તેમજ જે પણ દર્દી ગર્ભ પરીક્ષણ (Case of Fetal Test in Rajkot) કરાવવા ઇચ્છતા હોય તેમના ઘરે જઈને આ બન્ને શખ્સો ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરી આપતા હતા. હાલ પોલીસ બન્નેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.