રાજકોટમાં આર્કિટેક્ટની વિદ્યાર્થીનીનો ગળેફાંસો ખાઈ આપઘાત - ગળેફાંસો
રાજકોટમાં વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો લીધો હતો. શહેરની આર્કિટેક્ટ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.
રાજકોટ: કાલાવડ રોડ નજીક રવિ પાર્ક સોસાયટીમાં રહેતી આર્કિટેક્ટની વિદ્યાર્થીનીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઋત્વિ નીતિનભાઈ કોઠીયા નામની વિદ્યાર્થીની રાજકોટની આર્કિટેક્ટ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. આપઘાત કરતા પહેલા ઋત્વિએ સ્યુસાઇડ નોટ પણ લખી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં તેને "NEXT LIFE BETTER" લખેલું હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક વિગતો મુજબ ઋત્વિને આર્કિટેક્ટનો અભ્યાસ કરવો ન ગમતો હોય તે છેલ્લા ઘણા દિવસથી ચિંતામાં હતી, અને તે કોલેજ પણ જતી હતી. ત્યારે ગુરૂવારે ઋત્વિએ આ પ્રકારનું પગલું ભર્યું હતું. હાલ રાજકોટ યુનિવર્સિટી પોલીસ દ્વારા આ મામલે તપાસ કરી રહી છે.