ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Crime: રાજકોટમાં ફરી અસામાજિક તત્વો બેફામ, 3ની ધરપકડ - માલવિયાનગર પોલીસ સ્ટેશન

રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. અહીં આનંદ બંગલાચોક નજીક અસામાજિક તત્વો મારામારી કરી રહ્યા હતા. ત્યારે પોલીસે આ મામલે 3 આરોપીની ધરપકડ કરી છે.

Rajkot Crime: રાજકોટમાં ફરી અસામાજિક તત્વો બેફામ, 3ની ધરપકડ
Rajkot Crime: રાજકોટમાં ફરી અસામાજિક તત્વો બેફામ, 3ની ધરપકડ

By

Published : Feb 20, 2023, 3:39 PM IST

અસામાજિક તત્વોનો આતંક

રાજકોટઃરાજકોટમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના આનંદ બંગલાચોક નજીક અસામાજિક તત્વોએ જાહેરમાં મારામારી કરી હતી. ત્યારબાદ રસ્તા ઉપરથી નીકળતી કારના કાચ તોડ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ તાત્કાલિક માલવયાનગર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃRajkot Crime : રાજકોટમાં ચાના સ્ટોલના માલિક પર કાચની બોટલથી હુમલો, સીસીટીવીમાં કેદ દ્રશ્યો

ત્રણ જેટલા ઇસમોની કરાઈ ધરપકડઃશહેરમાં રવિવારની રાતે ત્રણ જેટલા શખ્સો આનંદ બંગલા ચોક નજીક મારામારી કરી રહ્યા હતા. આવામાં રસ્તા ઉપરથી એક કાર નીકળતા આ કારમાં તોડફોડ કરવામાં આવી હતી. જોકે, આ ઈસમોએ રસ્તો પણ બંધ કરી દીધો હતો. તેમ જ વિસ્તારમાં ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જ્યારે સોશિયલ મીડિયામાં વીડિયો સામે આવ્યા બાદ આ મામલે રાજકોટ માલવિયાનગર પોલીસ દ્વારા કાર્યવાહી કરીને ત્રણ જેટલા શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃRajkot Crime News : માંધાતા ગ્રુપની રેલીમાં જોખમી બાઇક સ્ટંટ, રેલનગરમાં આવારા તત્વોનો આતંક

અગાઉ પણ આવી ઘટના આવી હતી સામેઃમાલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવારનવાર અસમાજિક તત્વોનો આતંક સામે આવે છે. જ્યારે રવિવારની ઘટનામાં પોલીસે આરોપી આકાશ ઝરિયા, ધવલ અસૈયા અને ભાવિન દેવડા નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. હાલ આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. જ્યારે આ અગાઉ પણ માલવિયાનગર વિસ્તારમાં 9 જેટલા શખ્સો દ્વારા જાહેરમાં રસ્તો બંધ કરીને બર્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ આ ઈસમોએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો, જે ઘટનાના આરોપીઓ હાલ પોલીસ દ્વારા શોધવામાં આવી રહ્યા છે. ત્યારે ફરી એક વખત આ જ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details