- બજેટમાં પામતેલમાં એગ્રીકલ્ચર ડયુટી વધારમાં આવતા ડબ્બે રૂપિયા 60નો થયો વધારો
- કેન્દ્રીય બજેટમાં કોઈપણ જાતનો વધારાનો ટેક્સ વેપારીઓ પર ન નાખતા વેપારીજગતમાં ખુશીનો માહોલ
- વધુ ભાવ વધારાઓની શક્યતાઓ નહિવત જોવા મળી રહી છે.
રાજકોટ : તાજેતરમાં કેન્દ્રીય બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે કેન્દ્રીય બજેટમાં કોઈપણ જાતનો વધારાનો ટેક્સ વેપારીઓ પર ન નાખતા વેપારીજગતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા પામતેલ પર એગ્રીકલ્ચર ડયુટી વધારવામાં આવી છે. જેને લઈને પામતેલના ભાવમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે સીંગતેલનો ભાવ હાલ રૂપિયા 2400ની સપાટીએ અને કપાસિયા તેલનો ભાવ રૂપિયા 1800થી 1900ની સપાટી પર જોવા મળી રહ્યો છે.
એગ્રીકલ્ચર ડયુટી વધતા પામતેલ થયું મોંઘુ
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં પામતેલ પર 17 ટકા જેટલો એગ્રીકલ્ચર ડયુટી લગાડવામાં આવી છે. જેને લઈને પામતેલમાં 10 કિલોએ રૂપિયા 40 અને ડબ્બે રૂપિયા 60નો વધારો જોવા મળે છે. જ્યારે પામતેલમાં ભાવ વધારાની અસરને લઈને કપાસિયા અને સોયાબીનના તેલમાં પણ ભાવ વધારો જોવા મળ્યો છે. હાલ ખાદ્યતેલના ભાવ ટોપ પર જોવા મળી રહ્યા છે. તેમજ તેમાં વધુ ભાવ વધારાઓની શક્યતાઓ નહિવત જોવા મળી રહી છે.