રાજકોટના વીરપુર ગામનો ભાડવાડી વિસ્તારમાં વર્ષોથી રોડની સુવિધા પહોંચી ની. જેના કારણે ચોમાસા સિવાયના દિવસોમાં તો આ ગાડા માર્ગ જેવા રસ્તા પરથી સ્થાનિકો મહામુશ્કેલીએ અવરજવર કરે છે. પરંતુ ચોમાસામાં સામાન્ય વરસાદી છાંટા પડે તો પણ આ વિસ્તારમાં જવાના રોડ ઉપર કાદવ કિચડથઈ જાય છે. જેના કારણે આ વિસ્તારમાં બાળકોને લેવા મુકવા આવતા સ્કૂલ વાહનો, શાકભાજીની લારી કે દૂધ કે કોઈ પણ ચીજવસ્તુઓ લઈને પસાર થવું મુશ્કેલભર્યુ બની જાય છે.
રાજકોટના વીરપુરમાં રોડ બનાવવાની માંગણી સાથે આવેદનપત્ર પાઠવાયું - PUBLIC
રાજકોટ: વીરપુર જલારામ ગામના ભાડવાડી વિસ્તારમાં રહેતા લોકોને ચોમાસામાં કાદવ કિચડ ભરેલ રસ્તા પરથી ચાલવાની મજબૂરી ઉભી થાય છે. જેના કારણે આ વિસ્તારની મહિલાઓએ રેલી કાઢી તાત્કાલિક પાકો રોડ બનાવાની માંગ કરતું આવેદનપત્ર સત્તાધીશોને પાઠવ્યું હતુ.
આ મુદ્દે સ્થાનિકોએ પોતાની મુશ્કેલી વિશે પંચાયતને અનેકવાર રજુઆત કરી હોવા છતાં પંચાયત દ્વારા બીજા વિસ્તારોમાં એક જ જગ્યાએ બેથી ત્રણ વાર રોડ બનાવી આપ્યા છે. પરંતુ જ્યારે ભાડવાડી વિસ્તારમાં જાણે પંચાયત દ્વારા ભેદભાવ કરવામાં આવતો હોય તેમ સ્થાનિકો અનુભવી રહ્યાં છે. સ્થાનિકોની રજૂઆતો બાદ તંત્ર દ્વારા છેલ્લા બે વર્ષથી ઠાલા વચનો જ આપવામાં આવી રહ્યાં છે. આ વિસ્તારનો વર્ક ઓર્ડર નીકળ્યો તેને પણ છ મહિના થઈ ગયા છતાંય હજુ રોડ બનાવવાનાં કંઈ ઠેકાણા નથી. જેને કારણે આજે સ્થાનિકો બહોળી સંખ્યામાં રેલી સ્વરૂપે પંચાયત જઈને પોતાના વિસ્તારમાં રસ્તા પરના કાદવ કિચડને કારણે રોગચાળો ફેલાય તે પહેલાં પાકો રોડ બનાવી આપવાની માંગ કરી હતી.