ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલમાં 2 મોટરસાઈકલ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 1નું મોત 2 ઇજાગ્રસ્ત

રાજકોટઃ ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવેના ભરૂડી ટોલનાકા પર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રીબડાના યુવાનનું મૃત્યુ થયું હતું અને બે યુવાનો ગંભીર રીતે ઘવાયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

By

Published : Apr 28, 2019, 9:29 AM IST

અકસ્માત

ગોંડલ તાલુકાના રીબડા ગામે રહેતા અને ફોર વ્હીલ ગેરેજમાં કામ કરતા 19 વર્ષીય દિપક ચાવડાનો ભરુડી ટોલનાકા ગેટ નં.4 પર 2 મોટરસાયકલની વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીબડાના દિપક ચાવડાનું મોત થયુ હતું. જ્યારે અન્ય બે યુવાનોની ગંભીર હાલત હોવાથી સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ગોંડલમાં બે મોટરસાઈકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત

યુવકનો જન્મદિવસ હોવાથી તેના મિત્રો હાઇવે પરની હોટલમાં કેક કાપી ગોંડલ તરફ આવી રહ્યા હતા, ત્યારે ટોલનાકે અકસ્માત સર્જાતા યુવાન જન્મદિવસે જ કાળનો કોળિયો બની ગયો હતો. પરિવારના આધારસ્તંભ સમાન દિપકનું અકાળે મૃત્યુ થતાં ચાવડા પરિવાર શોકમગ્ન બની ગયો છે. આ અકસ્માત અંગેની તપાસ તાલુકા પોલીસ ક્રિપાલસિંહ જાડેજાએ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details