ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચે એમ્યુલન્સ કૌભાંડ પર્દાફાર્શ કર્યો - BHAVESH SONDARVA

રાજકોટઃ ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન અલગ-અલગ એમ્યુલન્સ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે. આ ઈસમો પ્રાઇવેટ ગાડીઓનો એમ્યુલન્સ તરીકે ઉપયોગ કરી કૌભાંડ આચરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે અંદાજે 5 એમ્યુલન્સ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 6, 2019, 3:35 AM IST

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે શહેરની ગોંડલ ચોકડી નજીક પેટ્રોલિંગ દરમિયાન એક એમ્યુલન્સને રોકી તેના જરૂરી કાગળ માંગતા એક નવા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં જૂની પ્રાઇવેટ ગાડીઓને સસ્તા ભાવે ખરીદીને તેના પર પોતાની એમ્બ્યુલન્સની પાસિંગની ગાડીઓના નંબર પ્લેટ અને ચેસીસ નંબર બદલીને એમ્યુલન્સમાં ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કૌભાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢના ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે. તેમજ અંદાજે 5 એમ્યુલન્સને પણ કબ્જે કરી છે.

rajkot

ABOUT THE AUTHOR

...view details