ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં ગાદલાંની આડમાં લવાયેલ દારૂ ઝડપાયો - રાજકોટમાં દારૂ ઝડપાયો

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગાદલાની આડમાં શહેરમાં લાવવામાં આવેલો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો છે. ક્રાઇમબ્રાન્ચે બાતમીના આધારે ગોંડલ રોડ પર આવેલ નુરાની પરા વિસ્તારમાંથી આ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સને પણ ઝડપી પાડ્યો છે. જ્યારે આ ગુન્હામાં એક શખ્સ ભાગી છૂટવામાં સફળ રહ્યો છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે ઈંગ્લીશ દારૂ સહિત ગાદલાં, છોટા હાથી કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

rajkot
રાજકોટમાં

By

Published : Nov 30, 2020, 8:33 PM IST

  • રાજકોટમાં ગાદલાની આડમાં દારૂ ઝડપાયો
  • કુલ રૂપિયા 4,99,800નો મુદ્દામાલ કબ્જે કર્યો
  • ક્રાઇમ બ્રાન્ચે વધુ કાર્યવાહી હાથ ધરી

રાજકોટ: રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગાદલાની આડમાં શહેરમાં લાવવામાં આવેલો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો છે. ક્રાઇમબ્રાન્ચે બાતમીના આધારે ગોંડલ રોડ પર આવેલ નુરાની પરા વિસ્તારમાંથી આ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સને પણ ઝડપી પાડ્યો છે. જ્યારે આ ગુન્હામાં એક શખ્સ ભાગી છૂટવામાં સફળ રહ્યો છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે ઈંગ્લીશ દારૂ સહિત ગાદલાં, છોટા હાથી કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં ગાદલાંની આડમાં લવાયેલ દારૂ ઝડપાયો


ગાદલાંઓને કાપીને તેની વચ્ચે દારૂ રાખવાનું બનાવ્યું ખાનું

ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, શખ્સોએ પહેલા છોટા હાથી વાહનોમાં ગાદલાં ભર્યા હતા. ત્યારબાદ આ ગાદલાંને વચ્ચેથી કાપી ત્યાં દારૂ રાખવા માટેનું ખાનું બનાવ્યું હતું. જે પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો સ્પષ્ટ દેખાતું નહોતું. પરંતુ વાહનનું બરાબર ચેકીંગ કરતા આ ખાનું મળી આવ્યું હતું. જેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે. જેમાંથી એક શખ્સ ફરાર છે.

રાજકોટમાં ગાદલાંની આડમાં લવાયેલ દારૂ ઝડપાયો
રૂપિયા 4,99,800નો મુદ્દામાલ ક્રાઇમબ્રાન્ચે કર્યો કબ્જેક્રાઇમ બ્રાન્ચે છોટા હાથી વાહનોમાં રાખવામાં આવેલ ગાદલાં અને આ ગાદલાંની વચ્ચે રાખવામાં આવેલ ઈંગ્લીશ દારૂ મળીને કુલ રૂ.4,99,800નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં રમેશ મંગાભાઈ પરમાર નામના શખ્સની પણ ધરપકડ કરી છે. જ્યારે ધર્મેન્દ્ર સિંહ ચુડાસમા નામનો શખ્સ આ ગુન્હામાં ફરાર છે. ક્રાઇમ બ્રાન્ચે આ પ્રકારે ગાદલાંની આડમાં દારૂની હેરાફેરીનો પ્રથમ કેસ ઝડપી પાડ્યાનું સામે આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details