ગુજરાત

gujarat

ETV Bharat / state

‘વાયુ’ વાવાઝોડાને પગલે રાજકોટમાં નેતાઓના ધામા

રાજકોટઃ ‘વાયુ’ વાવાઝોડાના કહેર વચ્ચે રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્યો, કાર્યકર્તાઓની બેઠક યોજાઇ હતી. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં મોટી સંખ્યા કોંગી કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. સૌરાષ્ટ્ર કચ્છના દરીયા કિનારે આવનાર વાયુ વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા કોંગ્રેસ દ્વારા રાજકોટમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.

By

Published : Jun 13, 2019, 2:30 PM IST

વાયુ વાવાઝોડાએ રાજકોટને બનાવ્યું એપીસેન્ટર, લાગ્યા નેતાઓના ધામા

વાયુ વાવાઝોડાને પગલે રાજકોટમાં રાજ્યભરમાં કોંગી અગેવાનોની બેઠક યોજાઇ હતી. વાયુ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કિનારાના વિસ્તારમાં જોવા મળવાની છે. જેને લઈને મોટાભાગના નેતાઓ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે અને હાલ રાજકોટને એપી સેન્ટર બનાવાયું છે.

ત્યારે રાજકોટના સર્કિટ હાઉસમાં યોજાયેલ કોંગ્રેસની બેઠકમાં વાયુ વાવઝોડા અંગેની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો. તેમજ જો પરિસ્થિતિ વણશે તો કોંગી કાર્યકર્તાઓ સ્થળ પર જવાની તૈયારી દર્શાવી હતી. કોંગ્રેસ દ્વારા વાયુ વાવાઝોડાને લઈને રાજકોટમાં કંટ્રોલ રૂમ બનાવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ કાર્યકર્તાઓ અને લોકો સાથે મળીને કામ કરશે.

વાયુ વાવાઝોડાએ રાજકોટને બનાવ્યું એપીસેન્ટર, લાગ્યા નેતાઓના ધામા

ABOUT THE AUTHOR

...view details