ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં એઇમ્સ માટેની ગતિવિધિ તેજ, કેન્દ્રની ટીમને 200 એકર જમીનની સોંપણી કરાઈ

રાજકોટઃ જિલ્લાના જામનગર રોડ ખાતે આવેલા ખંડેરી સ્ટેડિયમ નજીક એઇમ્સ બનવાનું છે. ત્યારે કેન્દ્ર સરકારની એઇમ્સની ટિમ જમીન અંગેની કાર્યવાહી માટે રાજકોટ ખાતે આવી પહોંચી હતી. જેને રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા 200 એકર જમીનની સોંપણી કરાઇ હતી.

રાજકોટમાં એઇમ્સ માટેની ગતિવિધિ તેજ, કેન્દ્રની ટીમને 200 એકર જમીનની સોંપણી કરાઈ

By

Published : Jul 18, 2019, 3:09 PM IST

સૌરાષ્ટ્રના પાટનગર અને રંગીલા રાજકોટમાં આગામી દિવસોમાં એઇમ્સ બનવાનું છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એઇમ્સ બનાવવા અંગેની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે રાજકોટ વહિવટી તંત્ર દ્વારા પણ કેન્દ્ર સરકારને એઇમ્સ માટે 200 એકર જમીનની ફાળવણી કરી છે, આ 200 એકર જમીન શહેરના જામનગર રોડ ખાતે ખંડેરી ગામ નજીક આવેલી છે.

રાજકોટમાં એઇમ્સ માટેની ગતિવિધિ તેજ, કેન્દ્રની ટીમને 200 એકર જમીનની સોંપણી કરાઈ

જેની આજે રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા સત્તાવાર રીતે કેન્દ્રની ટીમને સોંપવામાં આવી હતી. કેન્દ્ર સરકારના ત્રણ અધિકારીઓની ટિમ આજે રાજકોટ ખાતે આવી પહોંચી હતી અને સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કેન્દ્રની ટીમે જમીનને પોતાના હસ્તગત કરીને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાથમિક માહિતી પ્રમાણે 6 મહિના બાદ અહીં એઇમ્સ બનાવવાની કામગીરી શરૂ થવાની છે. જ્યારે વડાપ્રધાન મોદીના હસ્તે પણ એઇમ્સનું ખાતમુહૂર્ત થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details