ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટની સોસાયટીમાં અશાંતધારો લાગ્યા બાદ અસામાજીક તત્વોનો ત્રાસ ઘટ્યો - રાજકોટની સોસાયટીમાં અશાંતધારો

રાજકોટની સોસાયટીમાં અશાંતધારો લાગ્યા (ashant dharo in the society of Rajkot) બાદ અસામાજીક તત્વોનો ત્રાસ ઘટ્યો (violence of anti social elements decreased) છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અશાંતધારો લાગ્યા પછી ગેરકાયદેસર પ્રોપર્ટી લે વેચમાં (Illegal property sale) પણ ઘટાડો થયો છે. જ્યારે અશાંતધારો લાગવાના કારણે વિસ્તારવાસીઓ પણ હવે શાંતિથી રહી શકે છે.

ashant dharo in the society of Rajkot
ashant dharo in the society of Rajkot

By

Published : Dec 23, 2022, 1:11 PM IST

અશાંતધારો લાગ્યા બાદ અસામાજીક તત્વોનો ત્રાસ ઘટ્યો

રાજકોટઃરાજકોટના રૈયા રોડ, એરપોર્ટ રોડ સહિતના વિસ્તારોમાં 15 જાન્યુઆરી- 2021થી અશાંતધારો લાગુ (ashant dharo in the society of Rajkot) છે. ત્યારબાદ 29 જૂન 2022ના સોરઠિયાવાડી સર્કલથી હુડકો ચોકી સુધીની 31 વસાહતોને સમાવી લેવામાં આવી છે. વિસ્તારમાં અશાંતધારો લાગતા સ્થાનિકોને પણ રાહત મળી (violence of anti social elements decreased) છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના લોકો પોતના વિસ્તારમાં અશાંતધારો લગે તે માટે તંત્રને રજુઆત કરતા હતા. જેના કારણે જ વિસ્તારમાં અશાંતધારો લગાવામાં આવ્યો છે.

અશાંત ધારા એટલે શું?:અશાંતધારા એટલે જે વિસ્તારમાં આ ધારો લાગે તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો તેના પર નિયંત્રણ લાગે છે. જ્યારે આવા વિસ્તારમાં મિલકત વેચવા માટે જિલ્લાના કલેક્ટરને જાણ કરવી પડે છે અને તેમજ કલેક્ટરને મિલકત વેચવા અંગેનું કારણ પણ જણાવવું પડે છે. જ્યારે આ મિલકત કોને વેચી રહ્યાં છો તેની વિગત પણ આપવી પડે છે. કલેક્ટર ખરીદનાર-વેચનારની સુનાવણી હાથ ધરે છે અને કલેક્ટરને ઠીક લાગે તો જ આવા વિસ્તારમાં દુકાન, જમીન, મકાનનો સોદો થયેલો ગણાય (Illegal property sale) છે.

આ પણ વાંચોરાજકોટ અમદાવાદ હાઈવે પર થયો અકસ્માત, ચાર લોકોના ઘટના સ્થળે જ મોત

અશાંતધારો લાગ્યા બાદ વિસ્તારમાં શાંતિ: રાજકોટમાં જે વિસ્તારમાં અશાંતધારો લાગ્યો છે તે વિસ્તારમાં રહેતા કપિલ પંડ્યા ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં અશાંતધારો લગાવવાની છેલ્લા ઘણા સમયથી માંગણી હતી. જેને લઇને કલેકટર દ્વારા વિસ્તારમાં અશાંતધારો લગાવવામાં આવ્યો હતો. જ્યારે અશાંતધારો લાગ્યા પછી અમારા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ ઘટ્યો છે અને ગેરકાયદેસર પ્રોપર્ટી લે વેચમાં પણ ઘટાડો થયો છે. જ્યારે અશાંતધારો લાગવાના કારણે વિસ્તારવાસીઓ પણ હવે શાંતિથી રહી શકે છે.

આ પણ વાંચોચીનથી આવેલા ભાવનગરના 2 લોકો સાથે લઈ આવ્યા કોરોના, તંત્ર થયું દોડતું

કાયદો ખૂબ જ જરૂરી:આ અંગે વિસ્તારમાં રહેતા ઘનશ્યામભાઈ શિશાંગીયાએ ETV BHARATને જણાવ્યું હતું કે અશાંતધારોએ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે. જ્યારે અસામાજિક તત્વો તેના મનફાવે તે ભાવે ગમે તે વિસ્તારમાં મકાન, જમીન પડાવી લેતા હતા. તેમજ વિસ્તારમાં બહેનો દીકરીઓને હેરાન પરેશાન કરતા હતા. જેના કારણે આ નિર્ણય જે લેવાયો છે તે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે લોકોને પોતાની પ્રોપર્ટીના યોગ્ય ભાવ મળે છે. જેના માટે આ કાયદો ખૂબ જ જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details