ગુજરાત

gujarat

રાજકોટ NSUIએ ગુટલીબાજ અધ્યાપકોની હાજરી અંગે આવેદન પાઠવી માહિતી માગી

રાજકોટઃ મંગળવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે NSUI દ્વારા કુલપતિને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા બે માસથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ ભવનોના અધ્યાપકોની બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી પૂરવામાં આવી રહી છે, ત્યારે કેટલાક અધ્યાપકો ભવનમાં બાયોમેટ્રિક સિસ્ટમમાં થમ્બ કરીને હાજરી પુરીને ભવનની બહાર જતા રહે છે અને ફરી ભવનમાં આવતા નથી.

By

Published : Nov 27, 2019, 2:10 AM IST

Published : Nov 27, 2019, 2:10 AM IST

ETV Bharat / state

રાજકોટ NSUIએ ગુટલીબાજ અધ્યાપકોની હાજરી અંગે આવેદન પાઠવી માહિતી માગી

Etv Bharat, Gujarati News, Rajkot NSUI News
રાજકોટ NSUIએ ગુટલીબાજ અધ્યાપકોની હાજરી અંગે આવેદન પાઠવી માહિતી માગી

જ્યારે હાલ અમુક અધ્યાપકો રજા પર છે તેને યુનિવર્સિટી દ્વારા લાખોનો પગાર ચૂકવવામાં આવે છે. જેવા આક્ષેપો સાથે રાજકોટ NSUIના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે દોડી આવ્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો. આ ઉપરાંત કુલપતિ ડૉ. નીતિન પેથાણીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ ઉગ્ર માગ કરી હતી કે, અધ્યાપકોની હાજરી અને તેમને યુનિવર્સિટી દ્વારા પગાર ચૂકવાયો છે તે માહિતી તાત્કાલિક ધોરણે જાહેર કરવામાં આવે.

રાજકોટ NSUIએ ગુટલીબાજ અધ્યાપકોની હાજરી અંગે આવેદન પાઠવી માહિતી માગી

ABOUT THE AUTHOR

...view details