ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રેમમાં નાસી પાસ થતા ગોંડલની શ્રી હોટેલનાં કર્મચારીએ જીવન ટૂંકાવ્યું - Gondal-National Highway

ગોંડલના જામવાડી ચોકડી પર આવેલી શ્રી હોટેલનાં કર્મચારીએ પ્રેમમાં નાસીપાસ થતા હોટેલનાં કવાર્ટરમાં રાત્રીના સમયે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

પ્રેમમાં નાસી પાસ થતા ગોંડલની શ્રી હોટેલનાં કર્મચારીએ જીવન ટૂંકાવ્યું
પ્રેમમાં નાસી પાસ થતા ગોંડલની શ્રી હોટેલનાં કર્મચારીએ જીવન ટૂંકાવ્યું

By

Published : Dec 13, 2020, 2:03 PM IST

  • પ્રેમમાં નાસી પાસ યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
  • શ્રી હોટલમાં છેલ્લા 7 વર્ષથી વેઈટર તરીકે કરતો હતો કામ
  • બાઈલ ચેક કરતા કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધી મેસેજ મળી આવ્યા

રાજકોટઃ ગોંડલ-નેશનલ હાઈવે જામવાડી ચોકડી પર આવેલી શ્રી હોટલમાં છેલ્લા 7 વર્ષથી વેઈટર તરીકે કામ કરતા મૂળ ઉનાના સંખેડાના વતની જયેશભાઈ ઉકાભાઈ પરમાર હોટલની પાછળ આવેલા કવાર્ટરની રૂમમાં આત્મહત્યા કરી હતી. હોટેલના અન્ય કર્મચારીએ બારીમાંથી રૂમમાં નજર કરતા જયેશભાઈ ફાંસો ખાધેલી હાલતમાં લટકતાં જોવા મળતા હોટેલના માલીક પ્રફુલભાઈ ટોળીયાને જાણ કરતા દોડી આવી પોલીસને જાણ કરી હતી. મૃતકના પિતરાભાઈ પ્રજ્ઞેશભાઈને બનાવ અંગે વાકેફ કરતા તેઓ ગોંડલ દોડી આવ્યા હતા. બાદમાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા કે અન્ય બાબતે આત્મહત્યા કર્યાના પ્રાથમિક અનુમાન

આ બનાવ અંગે પોલીસે ફાંસો ખાઈ જીવન ટુંકાવનાર જયેશભાઈનો મોબાઈલ ચેક કરતા કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધી મેસેજ મળી આવતા પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા કે અન્ય બાબતે આત્મહત્યા કર્યાના પ્રાથમિક અનુમાન સાથે પોલીસનાં પુનીતભાઈ અગ્રાવતે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details