ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલઃ સંગ્રામસિંહજી હાઇસ્કૂલના મેદાનમાં વોકિંગ ટ્રેકનું લોકાર્પણ કરવામાં આવ્યું - સંગ્રામસિંહજી હાઇસ્કૂલ

ગોંડલની સંગ્રમસિંહજી હાઈસ્કૂલના મેદાનમાં 50 લાખના ખર્ચે તૈયાર થયેલા વોકિંગ ટ્રેકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ડૉ.નૈમિશ ધડુક, નગરપાલિકા પ્રમુખ અશોક પીપળીયા, મોહનસિંહ જાડેજા સહિતના નગરપાલિકાના સદસ્યો, આગેવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

ETV BHARAT
સંગ્રામસિંહજી હાઇસ્કૂલના મેદાનમાં વોકિંગ ટ્રેકનું લોકાર્પણ કરવામાં આવ્યું

By

Published : Nov 8, 2020, 11:56 PM IST

Updated : Jun 29, 2022, 10:26 AM IST

  • 50 લાખના ખર્ચે વોકિંગ ટ્રેકનું લોકાર્પણ કરાયું
  • ગ્રાઉન્ડ સિક્યુરિટી વ્યવસ્થા અને CCTV કેમેરાથી થશે સજ્જ
  • અસામાજીક તત્વો આવવાથી થશે કાયદેસરની કાર્યવાહી
    સંગ્રામસિંહજી હાઇસ્કૂલના મેદાનમાં વોકિંગ ટ્રેકનું લોકાર્પણ કરવામાં આવ્યું

રાજકોટ: ગોંડલની ઐતિહાસિક સંગ્રામસિંહજી હાઇસ્કૂલના મેદાનમાં વર્ષોથી ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાતી હોય છે. આ ઉપરાંત રોજ વહેલી સવારે શહેરીજનો વોકિંગ સાથે વ્યાયામ કરી સ્વાસ્થ્ય સાચવતા હોય છે, ત્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરતાં 14મા નાણાપંચની મળેલી ગ્રાંટ સહિત રૂપિયા 50 લાખના ખર્ચે તૈયાર થયેલા વોકિંગ ટ્રેકનું પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને પોરબંદર સાંસદ રમેશ ધડુકના પ્રતિનિધિ ડૉ.નૈમિશ ધડુકના હસ્તે લોકર્પણ કરાયું હતું. અદ્યતન વોકીંગ ટ્રેક ઉપરાંત લાઇટીંગ દ્વારા સંગ્રામસિંહજી હાઇસ્કૂલનું મેદાન ઝળહળતું બન્યું છે.

ગ્રાઉન્ડ

આગામી સમયમાં ગ્રાઉન્ડ પર સિક્યુરિટી અને CCTV મૂકાશે

આગામી સમયમાં સંગ્રામસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ માં સિક્યુરિટી અને CCTVની વ્યવસ્થા કરાશે. આ લોકાર્પણ કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ડૉ. નૈમિશ ધડુક, નગરપાલિકા પ્રમુખ અશોક પીપળીયા, મોહનસિંહ જાડેજા સહિતના નગરપાલિકાના સદસ્યો, આગેવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Last Updated : Jun 29, 2022, 10:26 AM IST

ABOUT THE AUTHOR

...view details