- ગોંડલ રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા શસ્ત્ર પૂજન
- શસ્ત્ર પુજન વિધિ કરનારા શાસ્ત્રી ગોંડલ શહેરમાં TRB ટ્રાફિક શાખામાં ફરજ બજાવેે છે
- હિમાંશુભાઈ ભટ્ટના હસ્તે કરવામાં આવી પૂજા વિધિ
રાજકોટઃ ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ અને ગોડલ શહેર પોલીસ દ્વારા વિજયાદશમી નિમિત્તે સાદગી પૂર્ણ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતુ.દશેરાના પાવન દિવસે આજે ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા રાજપૂત સમાજ ભવન, લાલપુલ પાસે, ગોંડલ ખાતે સવારે 9ઃ00 કલાકે શુભમુહૂર્ત શાસ્ત્રો વિધિ મુજબ સરકારી ગાઈડ લાઈનના અમલ સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતુ. વેદોમાં આપેલા વર્ણન અનુસાર દશેરા ક્ષત્રિય સમાજના મુખ્ય તહેવાર માનવામાં આવે છે. જે અનુસંધાને સાદગીપૂર્વક આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્યના પ્રતિનિધિ જ્યોતિરાદીત્યસિંહ જાડેજા તથા રાજપૂત સમાજની તમામ સંસ્થાના પ્રતિનિધિઓ તથા યુવાનોએ હાજરી આપી હતી.