ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ: એઇડ્સ જાગૃતિને લઈને 1400 વિદ્યાર્થીઓએ રિબિન બનાવી - rajkot letest news

રાજકોટ: 1 ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં એઇડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજકોટના એઇડ્સ પ્રિવેન્શન ક્લબ દ્વારા એઇડ્સ અંગેની જન જાગૃતિ માટે આખું સપ્તાહ અલગ અલગ શાળા કોલેજોમાં જઈને બાળકોને એઇડ્સ અંગેની માહિતી આપવામાં આવે છે.

etv bharat
રાજકોટમાં એઇડ્સ જાગૃતિને લઈને 1400 વિદ્યાર્થીઓ દ્વારા રિબિન બનાવી

By

Published : Nov 29, 2019, 8:34 PM IST

શહેરની વિરાણી હાઈસ્કૂલ ખાતે અંદાજિત 1400 બાળકોએ ભેગા મળીને રિબિનની પ્રતિકૃતિ બનાવી હતી. જેમાં ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, એઇડ્સ અંગે વધુમાં વધુ લોકોમાં જનજાગૃતિ આવે તેમજ એઈડ્સ જેવી બીમારીથી કેવી રીતે બચી શકાય અને બીમારી સામે કેવી રીતે લડી શકાય તે પ્રકારની માહિતી શાળાના બાળકોને આપવામાં આવી હતી.

રાજકોટમાં એઇડ્સ જાગૃતિને લઈને 1400 વિદ્યાર્થીઓ દ્વારા રિબિન બનાવી

ABOUT THE AUTHOR

...view details