ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલમાં 2 ઇંચ અને તાલુકાના બંધિયામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો, ભાદર ડેમનો એક દરવાજો ખોલાયો - Gondal

ગોંડલ અને જસદણ પંથકમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. નવરાત્રીના બીજા નોરતે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગોંડલ શહેર ઉપરાંત ગ્રામ્યમાં પણ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.

ગોંડલમાં 2 ઇંચ અને તાલુકાના બંધિયામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો
ગોંડલમાં 2 ઇંચ અને તાલુકાના બંધિયામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો

By

Published : Oct 19, 2020, 3:48 AM IST

  • રાજકોટ સહિતના આસપાસના તાલુકામાં ભારે વરસાદ
  • ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી
  • ભારે વરસાદ થતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ

ગોંડલઃ તાલુકાના મોવિયા, બાંદ્રા, ગોમટા, નવાગામ, લીલાખા, દેવળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો, ગોંડલ શહેરમાં 2 ઇંચ જેટલો વરસાદ પડતા ગોંડલ શહેરના લાલપુલ અને ઉમવાળા અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાયા હતા, વરસાદના પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો.

ગોંડલમાં 2 ઇંચ અને તાલુકાના બંધિયામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો, ભાદર ડેમનો એક દરવાજો ખોલાયો

ગોંડલ તાલુકાના બંધિયા ગામમાં ભારે પવન સાથે 4 ઇંચ વરસાદ વર્ષો હતો. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના પાકને નુકશાનીની ભીતિ વર્તાઈ રહી છે. ખેડૂતોના કપાસ, મગફળી, મરચી, સહિતના પાકોને નુકશાન થયું છે અને જગતનો તાત ક્યાંકને ક્યાંક ચિંતામાં મુકાયો છે.

ગોંડલમાં 2 ઇંચ અને તાલુકાના બંધિયામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો
  • ભાદર ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો

ગોંડલ તાલુકાના લીલાખા ગામ પાસે આવેલ ભાદર ડેમ-1 ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ભાદર ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે. ભાદર ડેમમાં 483 ક્યુસેક પાણીની આવક સામે 483 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. ડેમનો દરવાજો ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ભાદર ડેમનો એક દરવાજો ખોલાયો

ABOUT THE AUTHOR

...view details