રાજકોટઃ રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવી ઘટના રાજકોટમાંથી સામે આવી રહી છે. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડીને નવાગામમાંથી નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી પકડી પાડવાની ઘટના હજુ ભુલાઈ નથી. ત્યાં રાજકોટ પોલીસ કમિશનર કચેરી સામેથી એક બીનવારસી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ છે. પોલીસ કમિશનર કચેરી સામેથી જ દારૂ ભરેલી કાર ઝડપતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. એવામાં ઘટનાને પગલે રાજકોટ પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા આ મામલે પણ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો
કારમાંથી મળ્યો દારૂ:રાજકોટ પોલીસ કચેરી કમિશનર કચેરી સામે એક નંબર પ્લેટ વગરની i20 કાર પડી હતી. જેની તપાસ કરતા તે કારમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાય છે. કારમાંથી વિદેશી દારૂની અંદાજીત 3 પેટી મળી આવી છે. જ્યારે પોલીસ કમિશનર કચેરી સામે જ આ પ્રકારે કારમાંથી દારૂ પકડવાની ઘટના સામે આવ્યા બાદ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ કાર કોની છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ પોલીસ કમિશનર કચેરીમાં સામે આ કાર પાર્ક કરી હોવાના કારણે કારના માલિક સામે પણ અનેક શંકા સેવાઈ રહી છે. હાલ આ મામલે પ્રદ્યુમ્નનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.