ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ ભાજપનું શુકન: વડાપ્રધાન, મુખ્યપ્રધાન બાદ 72 ઉમેદવારો યોજશે સભા

રાજ્યમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની છે. ત્યારે કોંગ્રેસ સહિતના પક્ષોએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જ્યારે ભાજપ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી, જે ગમે ત્યારે સ્થાનિક સ્વરાજ્યના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. જેને લઈને રાજકોટ ભાજપ દ્વારા અગાઉથી જ યાદી જાહેર થયા બાદ બહુમાળી ચોક ખાતે તમામ 72 ઉમેદરવારો માટે સભાનું આયોજન કરવાની તૈયારીઓ શરૂ કરી છે. તેઓ અહીં સભા સંબોધશે અને ત્યારબાદ અહીંથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જશે.

રાજુ ધ્રુવની પ્રતિક્રિયા
રાજુ ધ્રુવની પ્રતિક્રિયા

By

Published : Feb 4, 2021, 1:08 PM IST

  • 72 ઉમેદવારો યોજશે સભા
  • પક્ષોએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી
  • 60 વર્ષથી ઉપરના ઉમેદવારોને ટિકિટ આપવામાં નથી આવે

રાજકોટઃ રાજ્યમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની છે. ત્યારે કોંગ્રેસ સહિતના પક્ષોએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ચૂંટણીને લઇને તમામ 72 ઉમેદરવારો માટે સભાનું આયોજન કરવાની તૈયારીઓ શરૂ કરી છે.

વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન રૂપાણીએ પણ કરી અહીં છે સભા

વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારે પ્રથમ વખત તેઓ રાજકોટ ખાતેથી ચૂંટણી લડ્યા હતા. એ સમયે તેમને પણ રાજકોટના બહુમાળી ચોક ખાતે સભા સંબોધન બાદ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જ્યારે હાલના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ બહુમાળી ચોક ખાતેથી સભા સંબોધ્યા બાદ જ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. હવે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ છે. ત્યારે રાજકોટ મનપાના 72 ઉમેદવારોના નામની જાહેરાત પણ થવાની છે. જેના માટે ઓન અહીં સભાનું આયોજન રાજકોટ ભાજપ દ્વારા કરાયું છે.

ભાજપ પક્ષના નિર્ણયથી ક્યાંય નારાજગી નહીં: રાજુ ધ્રુવ

રાજુ ધ્રુવની પ્રતિક્રિયા
તાજેતરમાં જ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે કે, 60 વર્ષથી ઉપરના તેમજ સત્તત ત્રણ ટર્મ કરતા વધારે સમયથી ચૂંટાઈ આવતા પક્ષના નેતાઓને ટિકિટ ફાળવામાં નહીં આવે. આ અંગે સૌરાષ્ટ્ર કચ્છના દિગ્ગજ ભાજપના નેતા અને પ્રવક્તા રાજુ ધ્રુવે ETV ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પ્રદેશના નિર્ણય સામે ભાજપમાં ક્યાંય રોષ નથી અને ભાજપમાં હરહંમેશા તમામ લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details