સતાપરમા ઘરે જઈને નીલેશભાઈ વસાણીને તેમજ તેમના પરીવાર પાસે વીગર કારણે 6 શખ્સોએ ગામમા શાંતીથી રહેવુ હોઈ તો અમને રૂપીયા આપો તેમ કહી ધમકિ આપી સૌ પ્રથમ રૂપીયા 25,000 ની માંગ કરી હતી ત્યારે આ પરિવારે રૂપિયા નહીં આપતા છેવટે આરોપી નીર્મળ ઉર્ફે ભોલો - રામ ધ્રાંગા - રાજેશ એભલ લાવડીયા - નીતીન ઉર્ફે જાંબુડો - ગીધા કુકડીયા - ઘનશ્યામ અમરા ઝળુ - ભરત મગન વાળોદરીયા - રોનક મનસુખ રામાણીએ ફરીથી તેમના ઘરે જઈને રૂપિયા 50 હજારની માંગ કરી હતી.
કોટડાસાંગાણીમાં ગુંડારાજ, 6 શખ્સોએ એક પરીવાર પાસે 25 લાખની માંગ કરી માર માર્યો - gujarati news
રાજકોટ: કોટડાસાંગાણીના સતાપરમાં 6 શખ્સોએ એક પરીવાર પાસેથી રૂપીયાની માંગણી કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં સતાપરના 5 અને 1 શાપર વેરાવળના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. એક તરફ સરકાર અને ગૃહ વીભાગ દ્રારા અસામાજીક તત્વોને નાથવા કાયદા કડક કરવામાં આવે છે તો બીજી તરફ કોટડાસાંગાણીના તાલુકાના સતાપરમાં જાણે ગુંડારાજ હોઈ અને પોલીસનુ અસ્તિત્વ ન હોઈ તેવી ઘટના પ્રકાશમાં આવતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે.
પ્રતિકાત્મક ફોટો
ફરી આ પરિવારે રૂપિયા નહીં આપતા અસામાજિક તત્વોએ પરિવારના સભ્યોને મારમારી અને ગામમાં રહેવું હોય તો રૂપિયા 25 લાખ સમાધાન ના આપવા પડશેની માંગ કરી મારમારી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા ઉપરોકત શખ્સો સામે કોટડા સાંગાણી પોલીસમાં પોલીસમાં કલમ 384, 452, 504, 506(2), 323, 114, હેઠળ ગુનો દાખલ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત આરોપીઓમાંથી ચારથી વધુ શખ્સો અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલા છે.