રાજકોટમાંથી જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા - gujaratinews
રાજકોટઃ શહેરમાં આવેલા ગાંધીગ્રામ પોલીસને મળેલી બાતમીના આધારે ચાર ઈસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા છે. આ ચારેય ઈસમો રાજકોટના રૈયારોડ પર આવેલા હનુમાનમઢી વિસ્તારના એક રહેણાંક મકાનમાં તીનપત્તિનો જુગાર રમતા હતા. પોલીસ દ્વારા આ ચારેય ઇસમોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાંથી જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
રંગીલા રાજકોટમાં તહેવાર પૂર્વે જ જુગાર શરૂ થઈ ગયો છે. શહેરના ગાંધીગ્રામ પોલીસ વિસ્તારમાં આવતા એક રહેણાંક મકાનમાં ગંજીપત્તા રમતા ચાર ઈસમો રોકડ રૂપિયાનો જુગાર રમતા ઝડપાયા છે. પોલીસે પ્રતાપ બેચર સોલંકી, પ્રવીણ શામજી રાણવા, યુસુફ ખંપોસ અને ભીખા નાનજી રાઠોડ નામના ચારેય જુગારીઓ રંગેહાથે પત્તા રમતા ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા 10 હજાર રૂપિયાથી વધુની રકમ ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.