ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot News : રાજકોટમાં વધુ એક 32 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત - હાર્ટ એટેકથી મોત

રાજ્યમાં કોરોનાકાળ બાદ નાની વયના લોકોના હાર્ટ એટેકથી મોત થયાના કિસ્સા વધ્યા છે. ત્યારે રાજકોટમાં વધુ એક 32 વર્ષીય યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. મળતી માહિતી અનુસાર યુવક મોડી રાત્રે અચાનક ઢળી પડ્યો હતો. યુવકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

Rajkot News
Rajkot News

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2023, 5:47 PM IST

રાજકોટ :કોરોનાકાળ બાદ નાની વયના લોકોમાં હાર્ટ એટેક આવવાનું પ્રમાણ સતત વધ્યું છે. જેમાં અનેક નાની વયના લોકોના જીવ જઈ રહ્યા છે. જે હાલ ખુબ જ ચિંતાનો વિષય છે. એવામાં રાજકોટમાં વધુ એક નાની વયના યુવાનનું મોત થયું છે. શહેરની ભાગોળે આવેલા આણંદપરમાં રહેતા 32 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. જેને લઇને તેના પરિવારજનોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. ત્યારે રાજકોટમાં વધુ એક નાની વયના યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થતાં ચકચાર મચી જવા પામી છે.

યુવક અચાનક ઢળી પડ્યો :સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના આણંદપર ગામમાં રહેતા વિપુલ રતિભાઈ બાવરીયા નામનો 32 વર્ષીય યુવાન ગઈકાલે રાત્રીના 12 વાગ્યાના આસપાસ એકાએક ઢળી પડ્યો હતો. જેને લઈને તાત્કાલિક 108 ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકને પહેલા ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાંથી યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.

હાર્ટ એટેકથી મોત : ઉલ્લેખનિય છે કે, મૃતક વિપુલને કોઈ ગંભીર બીમારી પણ નહોતી અને તે એકદમ સ્વસ્થ હોવાનું પણ પરિવારજનો કહી રહ્યા છે. એવામાં તેને અચાનક હાર્ટ એટેક આવતા તેનું મોત થયું છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં યુવકના મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું હતું. તેના રિપોર્ટમાં પણ તેનું હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે.

રાજકોટનો 32 વર્ષીય યુવક : મૃતક યુવાન પરિવારમાં બે ભાઈ અને એક બહેનમાં મોટો ભાઈ હતો ઉપરાંત પરણીત હતો. મૃતક યુવકને સંતાનમાં એક પુત્રી છે. જ્યારે મૃતક રાજકોટમાં બંગડીના કારખાનામાં કામ કરતો હતો. એવામાં તેનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારજનો પર પણ દુઃખનું આભ ફાટ્યું છે. હાલ સમગ્ર મામલે રાજકોટ બી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે આ અગાઉ પણ રાજકોટમાં અનેક નાની વયના લોકોના હાર્ટ એટેકના કારણે મોત થયા છે.

  1. Rajkot News : ઉપલેટાની મોજ નદીએ બે ભોગ લીધા, એક જ પરિવારના બે વ્યક્તિઓના મોત
  2. Rajkot News : સ્મશાનમાં સેવા કરવા ગયેલા વ્યક્તિનું સ્મશાનમાં જ અકસ્માતે મોત, બે વ્યક્તિ ઘાયલ

ABOUT THE AUTHOR

...view details