ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલ સુરેશ્વર ફાટક પાસે મોબાઇલ ચોરી કરતા 3 શખ્સો ઝડપાયા - News of gondal

ગોંડલના સુરેશ્વર ફાટક પાસે પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ત્રણ શખ્સો પર શંકા જતા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેમની પાસેથી આધાર પુરાવા વગર 3 મોબાઈલ ફોન મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગોંડલ સુરેશ્વર ફાટક પાસે મોબાઇલ ચોરી કરતા ત્રણ શખ્સો ઝડપાયા
ગોંડલ સુરેશ્વર ફાટક પાસે મોબાઇલ ચોરી કરતા ત્રણ શખ્સો ઝડપાયા

By

Published : Jun 16, 2020, 3:32 PM IST

રાજકોટ: ગોંડલ સિટી પોલીસના જમાદાર જયદીપસિંહ ચૌહાણ, વિશ્વરાજસિંહ ચુડાસમા, અરવિંદભાઈ વાળા, દિવ્યરાજસિંહ જાડેજા, ખોડુભા ગોહિલ, યુવરાજસિંહ ગોહિલ, નરેન્દ્રસિંહ જાડેજા પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન સુરેશ્વર ફાટક પાસે ત્રણ શખ્સો પર શંકા જતા તેને તપાસવામાં આવ્યા હતા. જેમાં તેમના ખિસ્સામાંથી 9 હજાર રૂપિયાની કિંમતના 5 મોબાઇલ ફોન આધાર પુરાવા વગરના મળી આવતા ધરમ વિજય ભાઈ સોલંકી, અજય સુરેશભાઈ સોલંકી તેમજ સાગર મનસુખભાઈ સોલંકી રહેતા તમામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details