ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં 21 લાખ લોકો કરશે મતાધિકારનો ઉપયોગ, તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ - voters

રાજકોટઃ મંગળવારના રોજ રાજ્યમાં મતદાન યોજાવનાર છે. ત્યારે રાજકોટમાં 2019ની લોકસભાની ચૂંટણીમાં 21 લાખ કરતા વધારે લોકો મતદાન કરવાના છે. જેમાં પ્રથમ વખત 28 હજાર કરતા વધારે યુવાઓ જ્યારે 18થી 39 વર્ષના 10,08177 લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. જેને લઈને રાજકોટ ચૂંટણી તંત્ર દ્વારા લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 22, 2019, 12:50 PM IST

રાજ્યમાં 23 એપ્રિલના રોજ મતદાન યોજવાનું છે. જેને લઈને આજે ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓને EVM મશીન સહિતની સામગ્રી અને બુથની જવાબદારી સોંપવામાં આવી હતી. રાજકોટમાં 2050 જેટલા બુથ મથકો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં શહેરમાં 2020 EVM અને ગ્રામ્ય 2040 EVMની ફાળવણી કરવામાં આવી છે. તેમજ 2 હજાર જેટલા EVM રિઝર્વ રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સાંજ સુધીમાં રાજકોટ તેમજ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં EVM મશીન પહોંચી જશે.

રાજકોટમાં 21 લાખ લોકો કરશે મતાધિકારનો ઉપયોગ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details