ગુજરાત

gujarat

વાવાઝોડાની રાત્રે રાજકોટ જિલ્લામાં 12 નવજાત શિશુઓ અવતર્યા

By

Published : May 18, 2021, 3:27 PM IST

તાઉતે વાવાઝોડાના પ્રારંભે 17 મી મેની રાતે રાજકોટ જિલ્લાના વિવિધ સરકારી આરોગ્ય કેન્દ્રમાં 12 નવજાત શિશુઓ પૃથ્વી ઉપર અવતર્યા છે અને "રામ રાખે તેને કોણ ચાખે" ઉક્તિને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે.

વાવાઝોડાની મેઘલી રાતે રાજકોટ જિલ્લામાં અવતરેલા 12 નવજાત શિશુઓ
વાવાઝોડાની મેઘલી રાતે રાજકોટ જિલ્લામાં અવતરેલા 12 નવજાત શિશુઓ

વાવાઝોડાની રાત્રે રાજકોટ જિલ્લામાં શિશુઓ જન્મ્યા

રાજકોટ ગ્રામ્યમાં કુલ 12 નવજાત શિશુઓ જન્મ્યા

માતાઓની સલામત પ્રસૂતિ, તમામની તબિયત સ્વસ્થ

રાજકોટ: રાજકોટ જિલ્લા પંચાયતના આર.સી.એચ. અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરીએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે સાણથલી, વિંછીયા, જસદણ, ધોરાજી, ગોંડલ અને ઉપલેટાના સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે એક એક બાળક તથા જેતપુરના આરોગ્ય કેન્દ્ર ખાતે બે બાળકોના જન્મ 17મી મેની રાત્રીએ થયા છે.

બાળક અને માતાની તબિયત હાલ સારી

સોનુબેન શંભુભાઈ પરમાર નામની મહિલાએ જસદણ ખાતે, કુજીલાતબેન સરફરાઝભાઇ ગરાણાએ ધોરાજી ખાતે તથા સોનલબેન દિલીપભાઈ કુબાવતે ગોંડલ ખાતે સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો છે. તેમજ માતા અને બાળક બંનેની તબિયત સારી છે. રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓએ વાવાઝોડાની અતિ વિકટ પરિસ્થિતિમાં પણ પ્રસૂતા મહિલાઓને કોઈપણ પ્રકારની હેરાનગતિ વગર સલામત પ્રસૂતિ કરાવી છે, જેને લીધે ગ્રામ્ય પ્રજાએ રાજ્ય સરકારમાં મુકેલો વિશ્વાસ વધુ એકવાર સાર્થક થયો છે.

ABOUT THE AUTHOR

...view details