રાજકોટ:સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં એકી સાથે ત્રણ ત્રણ વર્લ્ડ રેકોર્ડ બનાવામાં આવ્યા છે. જેમાં શહેરમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એક સાથે 1 લાખ 21 હજાર લોકો એકઠા થઈને વડાપ્રધાન મોદી દ્વારા લખવામાં આવેલ માડી ગરબા પદ ઝૂમ્યા હતા. ખાસ બોલીવુડ સિંગર અને ગરબા કિંગ પાર્થિવ ગોહિલ દ્વારા માડી ગરબા પર રાજકોટ વાસીઓને ઝુમાવ્યા હતા. તેમજ સૌ કોઈ નાના મોટા એક સાથે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ગરબા રમ્યા હતા અને શરદ પૂનમની રાતની મજા માણી હતી. આ કાર્યક્રમ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી ભાનુ બાબરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Sharad Punam 2023: પીએમ મોદી લિખીત માડી ગરબા પર 1 લાખ 21 હજાર લોકોએ ગરબા રમી બનાવ્યા ત્રણ વર્લ્ડ રેકોર્ડ
પીએમ મોદી લિખીત માડી ગરબા પર 1 લાખ 21 હજાર લોકોએ ગરબા રમી બનાવ્યા ત્રણ વર્લ્ડ રેકોર્ડ છે. આ કાર્યક્રમ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી ભાનુ બાબરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Published : Oct 28, 2023, 10:32 PM IST
એક લાખથી વધુ લોકો ઝૂમ્યા:સમગ્ર કાર્યક્રમની વાત કરવામાં આવે તો રાજકોટ ભાજપ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને ઇનક્રેડીબન ગ્રુપ દ્વારા પીએમ મોદી લિખીત માડી ગરબા પર 1 લાખ લોકો ગરમ રમે અને વર્લ્ડ રેકોર્ડ બનાવે તે પ્રકારનું આયોજન કર્યું હતું. જ્યારે ખૂબ જ ઓછા સમયમાં આ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે 1 લાખની જગ્યાએ 1 લાખ 21 હજાર લોકો એકઠા થયા હતા. તેમજ તેમને પાર્થિવ ગોહિલ દ્વારા ઝુમાવામાં આવ્યા હતા. જ્યારે પાર્થિવ ગોહિલ દ્વારા વડાપ્રધાન મોદી દ્વારા લખવામાં આવેલ ગરબા ગાવામાં આવ્યો હતા. ત્યારે રાજકોટવાસીઓએ તેને વધાવીને અલગ અલગ ત્રણ જેટલા વિશ્વ રેકોર્ડ નોંધાવ્યા છે. જેને લઇને કાર્યક્રમનં આયોજકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
અલગ અલગ ત્રણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા:રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આજે ત્રણ અલગ અલગ વિશ્વ રેકોર્ડ નોંધાયા છે. જેમાં વર્લ્ડ બુક રેકોર્ડ ઓફ લંડન, ઇન્ડીયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો સમાવેશ થાય છે. જ્યારે આ વર્લ્ડ રેકોર્ડ ને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સ્વીકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ વડોદરા ખાતે 60 હજાર લોકો એકી સાથે એકઠા થયા હતા અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે આજે રાજકોટમાં 1,21,000 લોકો એકઠા થયા હતા અને ગરબા રમ્યા હતા. તેમજ વડોદરાનો રેકોર્ડ તોડીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.