ગુજરાત

gujarat

ETV Bharat / state

રાણાકંડોરણામાં કૂવામાં ગેસ ગળતર દરમિયાન ગૂંગળાઈ જતાં યુવાનનું મોત - gujaratinews

પોરબંદર: રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામ નજીક આવેલા પેટ્રોલપંપ પાસે કૂવામાં ગાર કાઢવાનું કામ ચાલતું હતું. જેમાં રાજસ્થાનનો રામસીંગ કૂવામાંથી ગાર કાઢવાનું કામ કરતો હતો. તે સમય દરમિયાન મૃતક રામસીંગ અને તેમની સાથે અન્ય એક વ્યક્તિ પણ કુવામાં ઉતરેલો હતો.

રાણાકંડોરણામાં કૂવામાં ગેસ ગળતરથી યુવાનનું મોત

By

Published : Jun 5, 2019, 4:28 AM IST

આ કૂવાની અંદર ગેસ હોવાને કારણે ગેસ ગળતર થતાં મૃતક રામસીંગનું ગુંગણામણના કારણે મોત નિપજ્યું હતું. આ ઘટનાને કારણે ત્યાં રહેલા લોકોએ તાત્કાલિક 108 ને ફોન કર્યો હતો. ત્યારબાદ આ ઘટનાને પગલે પોલીસ પણ દોડી ગઈ હતી. 108 દ્વારા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. તેમને કાઢવા માટે કુતિયાણા તેમજ પોરબંદર ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક આવી પહોંચી હતી.

રાણાકંડોરણામાં કૂવામાં ગેસ ગળતર દરમિયાન ગૂંગળાઈ જતાં યુવાનનું મોત

ફાયર ફાયટરની ટીમ દ્વારા 2 કલાકના રેસક્યુ બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને રાણાવાવ સરકારી હોસ્પિટલ ખાતે PM માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details