ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં વર્લ્ડ સ્પાઇન ડેની ઉજવણી કરાઈ

પોરબંદર: આજે 16 ઓક્ટોબર એટલે વર્લ્ડ સ્પાઇન ડે...ભારત સહિત દુનિયામાં કરોડરજ્જુના દર્દથી પીડાતા દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ અંગે જાગૃતિ લાવવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 16 ઓક્ટોબર 2000ના રોજ વર્લ્ડ સ્પાઇન ડેની ઉજવણી કરવાનું જાહેર કર્યું હતું. ત્યારથી આજના દિવસે વર્લ્ડ સ્પાઇન ડે ઉજવણી કરવામાં આવી છે. આજે પોરબંદરના અસમાવતી ઘાટ ખાતે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર પોરબંદરના શેરા જીમ દ્વારા કરોડરજ્જુના દર્દીઓ માટે ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

By

Published : Oct 16, 2019, 9:08 PM IST

પોરબંદરમાં વર્લ્ડ સ્પાઇન ડેની ઉજવણી કરાઈ

પોરબંદરમાં આવેલ શેરા જીમના સંચાલક અલ્પેશ શર્માએ જણાંવ્યુ હતું કે, વર્તમાન સમયમાં અમુક ઉંમર બાદ મોટાભાગના લોકોને કરોડરજ્જુના દુ:ખાવાની સમસ્યા રહે છે. પોરબંદરના શેરા જીમમાં સ્પાઇનલના દર્દીઓ માટે વિના મૂલ્યે સારવાર આપવામાં આવે છે અને એક દિવસમાં 400 જેટલા કરોડરજ્જુના દર્દીઓ તેનો લાભ લઇ રહ્યા છે. આજે અસમાવતી રિવર ફ્રન્ટ ખાતે વર્લ્ડ સ્પાઇનલ ડે ની ઉજવણી કરાઈ હતી.

પોરબંદરમાં વર્લ્ડ સ્પાઇન ડેની ઉજવણી કરાઈ

જ્યારે પોરબંદરના એક દર્દી ભીખુભાઈ સામાણીએ જણાવ્યું હતું કે, તેઓને ઘૂંટણની તકલીફ હોવાથી તબીબોએ બે લાખ જેટલો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું પરંતુ શેરા જીમની વિનામૂલ્યે સારવારથી હવે ઓપરેશનની જરુર નથી રહી અને હું એકદમ તંદુરસ્ત છું.

ABOUT THE AUTHOR

...view details