તેઓ વિવિધ વિમાનો જેમાં મિગ 21, મીગ 8, મીગ 17, મીગ 17 આઇવી, એચપીટી 32, ટીએસ 11 ઇસ્ક્રા અને ચેતક ચલાવવાનો અનુભવ છે. તે ઉપરાંત3000થી વધારે કલાકો સુધી ઉડાનનો અનુભવ છે. પુનિત ક્વોલિફાઇડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર છે.
જાણો કોણ છે વિંગ કમાન્ડર પુનિત ચઢ્ઢા? - gujaratinews
પોરબંદર: વિંગ કમાન્ડર પુનિત ચઢ્ઢાએ શાહીબાગ કેન્ટોન્મેન્ટ, આર્મી સ્ટેશન, અમદાવાદમાં જન સંપર્ક અધિકારી (સંરક્ષણ મંત્રાલય) તરીકે હોદ્દો સંભાળ્યો છે. ભારતીય સેના વાયુદળમાં ડિસેમ્બર, 1995માં ફ્લાઇંગ પાયલોટ તરીકે સામેલ થનાર પુનિત મૂળ જમ્મુનાં છે. તેમણે અમદાવાદની બાળકો માટેની ઉદ્ઘમ સ્કૂલમાં તથા સેન્ટ ઝેવિયર્સ, લોયોલા હોલમાં અભ્યાસ કર્યો હતો. તેઓએ પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ એકેડેમી અને ડિફેન્સ સર્વિસ કોલેજ, વેલિંગ્ટનનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે.
તેમણે ઓપરેશન પરાક્રમ દરમિયાન મીડિયમ લિફ્ટ હેલિકોપ્ટરનાં પાયલોટ તરીકે વિસ્તૃત ઉડાન ભરી હતી. ઉત્તર અને ઉત્તર પૂર્વમાં કાઉન્ટર ઇમર્જન્સી મિશનનાં સહયોગમાં કામ કર્યું છે. આ સાથે જવિવિધ કુદરતી આપત્તિમાં રાહત કામગીરી દરમિયાન રેસ્ક્યુ પાયલટ તરીકે ઉડાન ભરી છે.જેમાં ઓડિશામાં ચક્રવાત, શ્રીલંકામાં સુનામી રાહત કામગીરી, ઉરીમાં ધરતીકંપ અને ગુજરાતમાં પૂર રાહત કામગીરી મુખ્ય છે.કોંગો ખાતે સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક દળનાં સભ્ય (એમઓએનયુસી) તરીકે તેમણે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનાં ચેપ્ટર 7 હેઠળ સંઘર્ષ વિસ્તારમાં વિસ્તૃત ઉડાન ભરી હતી
વિંગ કમાન્ડર પુનિત ચઢ્ઢાએ એર હેડક્વાર્ટર્સ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ, ટ્રાઇ સર્વિસ કમાન્ડ, પોર્ટ બ્લેર તરીકે અને ભાવનગરમાં 3 ગુજ એર એનસીસી સ્ક્વેડ્રન તરીકે કામગીરી કરી હતી. હિસ્ટ્રી, એચઆરએમ એન્ડ ડિફેન્સ તથા સ્ટ્રેટેજિક સ્ટડીઝમાં ત્રણ માસ્ટર ડિગ્રીઓ સાથે તેઓ યુવાન અને ઉદ્યોગ સમક્ષ સશસ્ત્ર દળોમાં સફળતાઓ પ્રદર્શિત કરવાનો આશય ધરાવે છે.