- ગાર્ડ ઓફ ઓનર પ્રસ્તૃત કરાયું
- સંરક્ષણ હેઠળ કાર્યરત અધિકારીઓ અને ખલાસીઓ સાથે સંવાદ કર્યો
- પોરબંદરમાં તેમનું ગુજરાત નેવલ એરિયાના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ દ્વારા સ્વાગત કરાયુ
પોરબંદર: પશ્ચિમ નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ વાઇસ એડમિરલ આર. હરી કુમારે 25થી 27 માર્ચ દરમિયાન ગુજરાત નેવલ એરિયાની મુલાકાત લીધી હતી. પોરબંદરમાં તેમનું ગુજરાત નેવલ એરિયાના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ દ્વારા સ્વાગત કરાયું હતું. તેમજ ગાર્ડ ઓફ ઓનર પ્રસ્તૃત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:પોરબંદર INS સરદાર પટેલ નેવલ બેઝ ખાતે દરિયાકાંઠાની સુરક્ષા અંગે વર્કશોપ યોજાયો