ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે તમામ જિલ્લાઓમાં વરસાદ છે, પરંતુ પોરબંદર જિલ્લામાં વરસાદ હજુ નહિવત પડ્યો છે. જેના લીધે ખેડૂતો અને સામાન્ય લોકો સહિત પશુઓને પણ પાણી માટે વલખા મારવા પડે છે.
ચોમાસામાં પણ પોરબંદર જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા - GUJARAT
પોરબંદરઃહાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં વરસાદના લીધે પાણીની સમસ્યાથી છૂટકારો મળ્યો છે. પરંતુ પોરબંદરમાં હજુ સુધી વરસાદન થતાં પીવાના પાણીની સમસ્યા વકરી છે. લોકોને બુંદ બુંદ પાણી માટે ભટકવું પડે છે, ત્યારે નર્મદાના નીર આપવા પોરબંદર જિલ્લાના આદિતપરા ગામના લોકોએ માગ કરી છે.
PBR
પોરબંદરના આદિતપરા ગામમાં પાણીની સમસ્યા એટલી હદે વકરી છે કે, વરસાદ ન થવાના કારણે કુવાના તળ પણ ઓછા થયા છે.આદિતપરામાં 5000 જેટલી વસ્તી છે. ત્યારે રોજનું ચાર કલાક પાણી વિતરણ કરવામાં આવે છે. છતાં લોકોના જણાવ્યા અનુસાર પાણી ભરવા માટે મુશ્કેલી પડી રહી છે. આદિતપરા ગામને નર્મદાનું પાણી આપવાની માંગ ગામલોકોએ કરી હતી.