ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં 11 ફૂટના ઇકો ફ્રેન્ડલી ગણેશના કરો દર્શન - POP

પોરબંદર : ભારતભરમાં ગણપતિ મહારાજની જય જય કાર સાથે પૂજા અને અર્ચના થઈ રહી છે. ત્યારે પોરબંદરમાં પણ ઠેર-ઠેર અનેક મિત્ર મંડળ દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે લોકો POPના ગણપતિની મૂર્તિનો ઉપયોગ કરતા આવ્યા છે. પરંતુ આ વર્ષે પોરબંદરમાં સીતલા ચોક મિત્ર મંડળ દ્વારા ગણપતિ મહોત્સવમાં 11 ફૂટની ગણપતિજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરી સમાજમાં શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

etv bharat porbandar

By

Published : Sep 4, 2019, 6:12 AM IST

પોરબંદરમાં આવેલ શીતલા ચોકમાં છેલ્લા પાંચ વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. POP ગણપતિની મૂર્તિ વિસર્જન કર્યા બાદ બીજા જ દિવસે કચરા સ્વરૂપે તબદીલ થાય છે. જેનાથી અનેક શ્રદ્ધાળુઓની લાગણી દુભાય છે. જેને ધ્યાનમાં લઈને શીતલા ચોક મિત્ર મંડળ દ્વારા એક ઉમદા નિર્ણય લેવામાં આવ્યો હતો.

પોરબંદરમાં 11 ફૂટના ઇકો ફ્રેન્ડલી ગણેશના કરો દર્શન

જેમાં માટીના ગણેશની પ્રતિમા રાખવાનો વિચાર શીતળા ચોક મિત્ર મંડળના મિત્રોએ કર્યો હતો અને 11 ફૂટ ઊંચા ગણેશજીની ઇકોફ્રેન્ડલી પ્રતિમા છે, જે વિસર્જન સમયે પાણીમાં માત્ર એક કલાક રાખવાથી જ સંપૂર્ણપણે વિસર્જિત થઈ જાય તેવી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આરતીમાં જોડાય છે. ગણપતિજીના દર્શનનો લહાવો લે છે. ગણપતિજીની સ્થાપના અને વિસર્જન ધામધૂમથી કરવામાં આવે છે. સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે.

આ ઉપરાંત અન્ય ધૂન ભજન અને સત્સંગના કાર્યક્રમોની પણ રમઝટ બોલાવવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ભક્તિ કાર્યમાં જોડાય છે. પ્રભુ ગણેશની પૂજન-અર્ચન સહિત પ્રાર્થના કરે છે.

ABOUT THE AUTHOR

...view details