પોરબંદરના કુછડી ગામે રહેતા બાબુભાઇ ખરા નામના પ્રૌઢે પોલીસ ફરિયાદમાં નોંધાવી છે કે, તેમને પુત્ર અને તેનો મિત્ર હરીશ ઓડેદરા બંને બપોરે 2 વાગ્યાની રીસેશમાં સ્કૂલની વંડી ટપીને બાજુમાં આવેલા વેજાભાઇ કુછડીયાની દુધની ડેરીએ ચોરી કરવા ગયા હતા. જ્યાં બંને કિશોરોને વેજાભાઇએ પકડી લીધા હતા.
બાળકોને બેરહમી પૂર્વક માર મારતો વીડિયો વાયરલ, ચોરી કરી હોવાની આશંકા - Viral video
પોરબંદરઃ જિલ્લાના કુછડી ગામે ચોરી કરી રહેલા 2 સગીરોને પકડીને બેફામ માર માર્યાનો વીડિયો 12 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેથી પોરબંદર પોલીસે એસ્ટ્રોસીટી એક્ટ હેઠળ ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી છે.
Viral video
ત્યારબાદ બંનેને ઘરે લઇ જઇ કુતરાને પુરવાના પાંજરામાં પુરી દીધા હતા અને પરબત કુછડીયા, લીલા કેશવાલાએ નાળિયેરના તાલા અને પ્લાસ્ટીકની નળીથી બંનેને ઢોર માર માર્યો હતો. વધુમાં ઇલેક્ટ્રીક શોક આપવાની બીક બતાવી અપશબ્દો બોલ્યા હતા. જે બાદ બંનેને માર મારતો વીડિયો વેજા કુછડીયાએ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.
બાબુભાઈએ પોલીસમાં એસ્ટ્રોસીટી એક્ટ સહિત જુવેનાઇલ જસ્ટીસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.