ગુજરાત

gujarat

ETV Bharat / state

બે પાર્સલ સ્પેશિયલ ટ્રેનોની 172 ટ્રિપ 2 સપ્ટેમ્બરથી 30 ડિસેમ્બર દરમિયાન ઓખા-ન્યૂ ગુવાહાટી અને પોરબંદર-શાલીમાર વચ્ચે દોડશે - news in Porbandar

ઓખા - ન્યૂ ગુવાહાટી અને પોરબંદર - શાલીમારની વચ્ચે 2જી સપ્ટેમ્બરથી લઈને 30 ડિસેમ્બરની અવધિમાં 2 પાર્સલ સ્પેશિયલ ટ્રેનની 172 ટ્રીપ ચલાવવામાં આવશે.

Two trains will run between Okha-New Guwahati and Porbandar-Shalimar
ઓખા-ન્યૂ ગુવાહાટી અને પોરબંદર-શાલીમાર વચ્ચે દોડશે

By

Published : Aug 30, 2020, 9:23 AM IST

પોરબંદર: ઓખા-ન્યૂ ગુવાહાટી અને પોરબંદર-શાલીમારની વચ્ચે 2જી સપ્ટેમ્બરથી લઈને 30 ડિસેમ્બરની અવધિમાં 2 પાર્સલ સ્પેશિયલ ટ્રેનોની 172 ટ્રીપ ચલાવવામાં આવશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને નક્કી કરેલ સમય મુજબ પશ્ચિમ રેલ્વેની પાર્સલ સ્પેશ્યિલ ટ્રેનોનું સંચાલન નિરંતર ચાલુ છે. જેના માધ્યમથી દેશભરમાં ચિકિત્સા ઉપકરણો, દવાઓ, ખાદ્ય પદાર્થ આદિ જેવી અધિકાંશ વસ્તુઓની પરિવહનની જવાબદારી પશ્ચિમ રેલ્વે દ્વારા ખુબ સારી રીતે નિભાવવામાં આવી રહી છે.

આજ ક્રમમાં પશ્ચિમ રેલ્વે દ્વારા 2જી સેપ્ટેમ્બરથી લઈને 30 ડિસેમ્બર, 2020 સુધીની અવધિમાં ઓખા-ન્યૂ ગુવાહાટી અને પોરબંદર-શાલીમારની વચ્ચે 172 સેવાઓવાળી 2 બીજી ટ્રેનોનો પરિચાલન કરવામાં આવશે. આ બધી જ પાર્સલ ટ્રેનોનો વિવરણ આ પ્રકાર છે:


ઓખા-ન્યૂ ગુવાહાટીપાર્સલ સ્પેશ્યલ ટ્રેન (69ટ્રીપ )

ટ્રેન સંખ્યા 00949 ઓખા-ન્યૂ ગુવાહાટી પાર્સલ વિશેષ ટ્રેન ઉપરોક્ત અવધિમાં પ્રતિ બુધવાર અને રવિવારે ઓખાથી સવારે 05:15 વાગે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે 23 : 15 વાગે ન્યૂ ગુવાહાટી પહોંચશે. આ જ પ્રમાણે ટ્રેન સંખ્યા 00950 ન્યૂ ગુવાહાટી-ઓખા પાર્સલ વિશેષ ટ્રેન પ્રતિ શનિવાર અને બુધવાર ન્યૂ ગુવાહાટીથી 20.00 કલાકે રવાના થશે અને ચોથા દિવસે 15.30 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આંનદ, છાયાપુરી, ગોધરા, રતલામ, કોટા, સવાઈ માધોપુર, બયાન, આગરા કિલાં, ટુંડલા, કાનપુરસેન્ટ્રલ, લખનઉ, વારાણસી, પંડિતદયાલ ઉપાધ્યાય જકંશન ,ગયા, પટના, બરોની, કટિહાર, ન્યૂ જલપાઈ ગુડી, ન્યૂ બોગાઇગાવ અને ગુવાહાટી સ્ટેટિનો પર બંને દિશાઓમાં રોકાશે.

પોરબંદર શાલીમાર પાર્સલ સ્પેશ્યલ ટ્રેન (103 ટ્રીપ)

ટ્રેન સંખ્યા 00913 પોરબંદર-શાલીમાર પાર્સલ વિશેષ ટ્રેન ઉપરોક્ત અવધિમાં પ્રતિ સોમવાર, બુધવાર અને શુક્રવારે પોરબંદરથી સવારે 06.00 કલાકે રવાના થશે અને ત્રીજા દિવસે સવારે 06:30.00 કલાકે શાલીમાર પહોંચશે. આવી જ રીતે ટ્રેન સંખ્યા 00914 શાલીમાર-પોરબંદર પાર્સલ સ્પેશ્યિલ ટ્રેન પ્રતિ બુધવાર-શુક્રવાર અને સોમવારે શાલીમારથી 20.25 કલાકે શાલીમારથી રવાના થશે. તેમજ ત્રીજા દિવસે 20.00 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન જામનગર, ભુસાવળ, અકોલા, બડનેરા, નાગપુર, ગોંદિયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા જક્સશન, રાઉકેલા, ચક્રધરપુર, ટાટાનગર, ખડકપુર જકંશન પંસકુરા અને મેકેદ સ્ટેશનો પર બંને દિશાઓમાં રોકાશે.

ABOUT THE AUTHOR

...view details