ગુજરાત

gujarat

ETV Bharat / state

ઘરેણાની છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા 2 આરોપીઓની જૂનાગઢથી ધરપકડ - gujarat

પોરબંદર: શહેરના પોલીસ વિભાગના લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સોનાના દાગીનાની છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા 2 આરોપીઓની જૂનાગઢ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.

porbandar

By

Published : Jul 16, 2019, 7:41 AM IST

પોરબંદર પોલીસ વિભાગના અધિક્ષક ડો. પાથર્રાજસિંહ ગોહિલ દ્વારા પોરબંદર જિલ્લાના નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા LCBને સૂચનાઓ આપી હતી. જેને ધ્યાનમાં લઇને LCBની ટીમને મળતી બાતમીના આધારે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 406, 420 અને 451 મુજબના નોંધાયેલા ગુનામાં નાસતા-ફરતા આરોપીઓ જૂનાગઢમાં આવેલા નાગર રોડ પરથી મનોજ ભાણજીભાઈ લોઢીયા તથા કિશોર ઉર્ફે કિરણ ભાણજીભાઈ લોઢીયાને જૂનાગઢ ધરપકડ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details