ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર કોવિડ હોસ્પિટલમાં સામાજિક કાર્યકર્તાને ધમકી

પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં એક સામાજિક કાર્યકર્તા અને ખારવા ચિંતન સમિતિના ઉપપ્રમુખને એક શખ્સે ધમકી આપ્યાની રજૂઆત ખારવા ચિંતન સમિતિએ પોરબંદરના SPને કરી છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

પોરબંદર કોવિડ હોસ્પિટલમાં સામાજિક કાર્યકર્તાને ધમકી
પોરબંદર કોવિડ હોસ્પિટલમાં સામાજિક કાર્યકર્તાને ધમકી

By

Published : Apr 22, 2021, 9:48 PM IST

  • ખારવા ચિંતન સમિતિએ SPને કરી રજૂઆત
  • "તું મીડિયામાં શા માટે હોસ્પિટલનું નેગેટિવ આપે છે" તેમ કહી ધમકી આપી
  • હાથ-પગ ભાંગી નાંખવાની પણ ધમકી આપી

પોરબંદરઃશહેરના સામાજિક કાર્યકર્તા તેમને ખારવા ચિંતન સમિતિના ઉપ-પ્રમુખ જીવનભાઈ જુંગી તારીખ 21ના રોજ હોસ્પિટલમાં હતા ત્યારે ભરત ઓડેદરા નામના શખ્સે તેને બહાર બોલાવી ધમકી આપી હતી. મીડિયામાં કેમ આપે છે, કેટલા પૈસા જોઈએ છે, તેમ ભરતે જીવનભાઈ જુંગીને જણાવ્યું હતુ. જીવનભાઇ જુંગીએ પોતાને રૂપિયાની અપેક્ષા ન હોવાનું અને નિસ્વાર્થ ભાવે સેવા આપતા હોવાનું જણાવ્યું હતું. ભરત ઓડેદરાએ તેમને જણાવ્યું હતું કે, જો હવે મીડિયામાં કંઈ કહ્યું તો હોસ્પિટલમાં આવવા નહીં દે અને હોસ્પિટલના દરવાજે તેના માણસો ધોકા લઈને ઊભા રહેશે જે હાથ પગ ભાંગી નાખશે. જો હવે આગળ પડતા થશો તો જાનથી મારી નાંખવાની ધમકી પણ તેમણે આપી હતી.

"તું મીડિયામાં શા માટે હોસ્પિટલનું નેગેટિવ આપે છે" તેમ કહી ધમકી આપી

આ પણ વાંચોઃ નાગરીકો ઉપરાંત અધિકારીઓને પણ ધમકી આપવાનો અધિકાર નથીઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશેઃ DySP જે. સી. કોઠીયા

આ બાબતે ભરત ઓડેદરા કોઈના ઈશારે ધમકી આપી હોય અને પૈસાની લાલચ આપી છે. જેથી હોસ્પિટલમાં કંઈ ખોટું થતું હોય તેવી શંકા પણ ઊભી થાય છે તેમ જીવનભાઇ જુંગીએ જણાવ્યું હતું. આ અંગે પોરબંદરના SPને પણ રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતને ધ્યાને લઇને DySP જે. સી. કોઠીયાએ જણાવ્યું હતું કે, આ બાબતે તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ મોડાસામાં ખાણ-ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટરને જાનથી મારી નાંખવાની ધમકી મળી

ABOUT THE AUTHOR

...view details