પોરબંદરમાં ખેડૂત પુત્રની કમાલ, અનોખા કરતબથી લોકોને કર્યા આશ્ચર્યચકિત
પોરબંદર : સામાન્ય રીતે ખેડૂતોનું જીવન ખેતરમાં જ પસાર થતુ હોય છે અને ખેડૂતો તેના પાક માટે અને ખેતરના કામકાજમાંમાં વ્યસ્ત હોય છે. પરંતુ, પોરબંદર નજીકના એક ખેડૂત પુત્રએ ઇન્ટરનેટના માધ્યમ અને ટીવીના માધ્યમથી જીમનાસ્ટિકના અલગ અલગ કરતબો શીખીને લોકોને આશ્ચર્યમાં મૂક્યા છે. આ ખેડૂત પુત્રના સ્ટંટ જોવા અનેક લોકો મુલાકાતે આવે છે, તો સોશિયલ મીડિયામાં પણ આ યુવાનના અનેક વીડિયો વાયરલ થયા છે.
ખેડૂત પુત્રની અનોખી કમાલ
જિલ્લા નજીકના રતનપુર ગામમાં રહેતા રામ ઓડેદરા જે હાલ બીએસસીમાં અભ્યાસ કરી રહ્યો છે. પરંતુ, પોતાના ખેતરમાં જ તેને જુગાડ કરીને વેસ્ટમાંથી જીમનાસ્ટિકના સાધનો બનાવ્યા અને કસરત કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે પોતાના આત્મવિશ્વાસ વધતો ગયો અને તેના કરતબના વિડીયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જેને લઇને લોકોનું પણ કહેવું છે કે આ યુવાનને જો યોગ્ય માર્ગદર્શન અને સફળતા માટેનો યોગ્ય રસ્તો મળે તો દેશ જ નહીં પણ દુનિયાનું નામ રોશન કરી શકે તેમ છે.