- મોતનો મલાજો ન જાળવનારા આરોપીની પોલીસે ધરપકડ કરી
- કોરોનાથી મૃત્યુ પામનારના શરીર પરથી દાગીના કાઢી લેતો ચોર ઝડપાયો
- આરોપી સિવિલ 1200 બેડમા વૉર્ડ બોય તરીકે મૃતદેહ પ્લાસ્ટિકમાં બંધ કરવાનું કામ કરતો
અમદાવાદઃ સિવિલ 1200 બેડમાં વૉર્ડ બોય તરીકે મૃતદેહ પ્લાસ્ટિકમાં બંધ કરવાનું કામ કરતા એક આ ઉપરાંત આરોપીને અલગ અલગ કામગીરી પણ સોંપવામાં આવતી હતી. પરંતુ આરોપીની ધરપકડ ચોરીના ગુનામા કરવામા આવી છે. તે પણ કોરોનામાં મૃત્યુ પામેલા મહિલા દર્દીના સોનાની બંગડી ચોરી કરવાના ગુનામાં આરોપી સાહિલે 11 તારીખે દર્દી મોહિની બેનના મૃત્યુ બાદ 4 તોલા સોનાની બે બંગડી ચોરી કરી હતી. જેની ફરિયાદ મળતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
કોરોના દર્દીના મૃતદેહ પરથી દાગીનાની ચોરી કરનાર ચોર ઝડપાયો આ પણ વાંચોઃ અમદાવાદ: મિત્રો અને સબંધીઓના ઘરની રેકી કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
મૃતદેહ પરથી કિમતી દાગીનાની ચોરી
1200 બેડ સિવિલ કોરોમાં હોસ્પિટલમાંથી કોરોના દર્દીના મોત બાદ તેના મૃતદેહ પરથી કિમતી દાગીનાની ચોરી થઈ હોઇ તેવો બનાવ પ્રથમ વખત નથી બન્યો પૂર્વે પણ શાહીબાગ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી ચૂકી હતી. જેઓ કોરોનાના મૃતદેહો પર સેનેટાઇજિગ કરવાનું કામ કરતા હતા. હાલ તો ઝડપાયેલા આરોપી સાહિલ ઉર્ફે ભુરિયાએ 4 ચોરી કર્યાની કબૂલાત કરી છે.
1.60 લાખના કિંમતની સોનાની બંગડી કબ્જે
સિવિલ હોસ્પિટલમાં જ ભુરિયો કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતો હતો અને જે દિવસે તેને ચોરીને અંજામ આપ્યો હતો. તે દિવસે સાહિલની ડ્યુટી મૃતદેહ પરિવારને સોંપવાની હતી. માટે તે મૃતદેહ લિફ્ટમાં લઈને ઉતરી રહ્યો હતો. તે સમયે તેને ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે ચોરીનો તમામ ₹1.60 લાખના કિંમતની સોનાની બંગડી કબ્જે કરી છે. પોલીસે હાલ તો શાહીબાગના એક ચોરીના ગુનામા આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કર્યો છે સાથે સાથે પોલીસે અન્ય કોઈ ચોરી હોસ્પિટલમા થઈ છે કે કેમ ? ઉપરાંત આરોપીના ગુનાઈત ઈતિહાસ અને ચોરી કરવા પાછળનો આશય જાણવા માટે તપાસ તેજ કરી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે.