ગુજરાત

gujarat

ETV Bharat / state

કૃષ્ણ સખા સુદામા મંદિર નિયમો અનુસાર આગામી દિવસોમાં ખુલે તેવી સંભાવના - કેન્દ્ર સરકાર

વિશ્વભરમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે, ત્યારે તેના પગલે ભારતમાં લોકડાઉન સર્જાયું હતું અને તમામ ધાર્મિક સ્થળો બંધ રાખવાનો હુકમ સરકારે આપ્યો હતો, પરંતુ હવે સમય જતાં કેન્દ્ર સરકાર દ્વારા નિયમોનું પાલન કરી તમામ ધાર્મિક સ્થળો ખોલવાનું જાહેર કર્યું છે, ત્યારે 8 જૂનના રોજ અનેક ધાર્મિક સ્થળો ખુલી ગયા છે, પરંતુ પોરબંદરમાં આવેલા કૃષ્ણ સખા સુદામાનું મંદિર હજુ પણ બંધ છે. જે મંદિર આગામી બે દિવસમાં ખુલે તેવી સંભાવના જણાઈ રહી છે.

સુદામા મંદિર નિયમના પાલન અનુસાર આગામી દિવસોમાં ખુલે તેવી સંભાવના
સુદામા મંદિર નિયમના પાલન અનુસાર આગામી દિવસોમાં ખુલે તેવી સંભાવના

By

Published : Jun 8, 2020, 6:05 PM IST

પોરબંદર : ગાંધીજીના જન્મ સ્થળ તરીકે જાણીતું પોરબંદર કૃષ્ણા સુદામાના પવિત્ર કર્મભૂમિ તરીકે પણ ઓળખાય છે. ભારતમાં એકમાત્ર અહીં સુદામાજીનું મંદિર આવેલુ છે. જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ દર્શનાર્થે ઉમટે છે, પરંતુ કોરોના વાઇરસની મહામારીના પગલે લોકડાઉન દરમિયાન આ મંદિર બંધ રાખવામાં આવ્યું છે. જ્યારે આજે સોમવારે 8 જૂનના રોજ કેન્દ્ર સરકાર દ્વારા તમામ ધાર્મિક સ્થળો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ આજે સોમવારે આ સુદામા મંદિર ખોલવામાં આવ્યું નથી. આ તકે વ્યવસ્થા જાળવનાર લોકો સાથે વાતચીત કરતા આગામી બે દિવસમાં મંદિર ખૂલે તેવી સંભાવના છે તેવું જાણવા મળ્યું છે.

સુદામા મંદિર નિયમના પાલન અનુસાર આગામી દિવસોમાં ખુલે તેવી સંભાવના

ધાર્મિક સ્થળ પર આવતા તમામ દર્શનાર્થીઓ માટે ખાસ સૂચના આપવામાં આવી છે કે અહીં એક સાથે મોટી સંખ્યામાં લોકો એકઠા ન થાય, દરેકને એકબીજા સાથે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર બનાવવું પડશે તથા ધાર્મિક સ્થળમાં પ્રવેશ દ્વાર પર હાથ સેનીટાઇઝ કરવાની વ્યવસ્થા હોવી જોઈએ.

કૃષ્ણ સખા સુદામા મંદિર
મંદિરના દરવાજા બંધ હાલતમાં

મહત્વની જો વાત કરવામાં આવે તો કોરોનાના લક્ષણો વિનાના શ્રદ્ધાળુઓને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. જો કોઈ ઉધરસ, શરદી કે તાવ હોય તો તેને તાત્કાલિક મંદિરમાં પ્રવેશતા અટકાવી દેવામાં આવશે. મોઢા પર માસ્ક પહેરેલા લોકોને જ મંદિરમાં પ્રવેશ મળી શકશે. આ ઉપરાંત બુટ, ચંપલ શ્રદ્ધાળુને પોતાની ગાડીમાં ઉતારવા પડશે જો આવી વ્યવસ્થા ન હોય તો પરીસરથી દૂર પોતાની દેખરેખમાં રાખવા પડશે તેવા નિયમોનું પાલન મંદિરમાં કરાવવું પડશે. આ તમામ વ્યવસ્થા થઈ જાય ત્યારબાદમાં સુદામા મંદિર ખોલવામાં આવશે.

મંદિરની બહાર ઉભેલા ભક્તો

ABOUT THE AUTHOR

...view details