ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં કોરોના વોરિયર્સ સફાઈ કર્મચારીઓની દયનીય હાલત: કચરાની ગાડીમાં જાય છે નોકરી પર - Sweepers in Porbandar

પોરબંદરમાં કોરોના વોરિયર્સ સફાઈ કર્મચારીઓને પોતાની નોકરી માટે કઈ રીતે જવુ પડે છે, એ વિડિયોમાં જોઈ શકાય છે. સરકાર દ્વારા તેઓ માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી ઇટીવીના માધ્યમથી અપીલ કરવામાં આવી રહી છે.

પોરબંદર
પોરબંદર

By

Published : May 15, 2020, 4:35 PM IST

પોરબંદર : એક તરફ કોરોનાની મહામારી વકરી રહી છે, અને આ રોગ સામે લડવા સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં સોશિયલ ડીસ્ટન્સ અને માસ્ક અને સ્વચ્છતાને ખાસ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. પરન્તુ કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા સફાઇ કર્મચારીઓને પોતાની નોકરી માટે કઈ રીતે જવુ પડે છે, એ વિડિયોમાં જોઈ શકાય છે. સરકાર દ્વારા તેઓ માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી ઇટીવીના માધ્યમથી અપીલ કરવામાં આવી રહી છે. તેઓ કોરોના વોરિયર્સ છે, અને પોરબંદર શહેરને સ્વચ્છ રાખવામાં તેઓનો મહત્વનો ફાળો છે.

પોરબંદરમાં કોરોના વોરિયર્સ સફાઈ કર્મચારીઓની દયનિય હાલત

આથી સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ઇ રીક્ષામાં પણ તેઓને લઈ જઇ શકાય તેમ છે. આ વીડિયો જોઈને મોટા અકસ્માતમાં ન ભેટે અને સફાઈ કર્મચારીઓ સલામત રહે તેવો ઇટીવી ભારતનો આશય છે.

કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા તબીબો અને અન્ય નર્સિંગ સ્ટાફ માટે નોકરી પરથી ઘરે જવા માટે અમદાવાદમાંં ખાસ વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે. તો પોરબંદરમાં પણ આવી વ્યવસ્થા સરકારી તંત્ર દ્વારા થઈ શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details