પોરબંદર: દેશ-વિદેશના લોકો પોરબંદરની ખાજલી પસંદ કરે છે. મેંદાના લોટમાંથી બનતી આ ખાજલીને લોકો વર્ષો પહેલાં દૂધ સાથે નાસ્તામાં લેવાનું પસંદ કરતા હતા. આ ઉપરાંત ખાંડની ચાસણી લગાવી મીઠી વાનગી તરીકે લગ્ન પ્રસંગોમાં પીરસાતી હતી, પરંતુ હવે તો પોરબંદરની ખાજલીનો ઉપયોગ ભેટ-સોગાદ માટે પણ કરવામાં આવે છે.
વિશ્વમાં ખ્યાતી મેળવનારી વાનગી એટલે પોરબંદરની ખાજલી - પોરબંદરની ખાજલી
ખાજલીનું નામ આવે એટલે સહજ રીતે મનમાં પોરબંદરનો ખ્યાલ આવે. ગાંધીજીના જન્મ સ્થળ અને સુદામાની કર્મભૂમિ તરીકે ઓળખાતા પોરબંદરને હવે લોકો ખાજલીના શહેર તરીકે પણ ઓળખે છે. અહીંની ખાજલી આજે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બની છે.
વિશ્વમાં ખ્યાતી મેળવનારી વાનગી એટલે પોરબંદરની ખાજલી
પોરબંદરમાં ખાજલીનો વ્યવસાય ખૂબ ચાલી રહ્યો છે અને અહીંના લક્ષ્મીચંદ કાલિદાસ સુખડિયા 5 પેઢીથી ખાજલીનો વ્યવસાય કરી રહ્યાં છે. આ પેઢી દેશ-વિદેશમાં ખાજલીને પહોંચાડી રહ્યા છે. પેઢીના વેપારીએ જણાવ્યું કે, ભેજવાળા વાતાવરણમાં પણ ખાજલી 2 મહિના સુધી બગડતી નથી અને જ્યારે પણ ખાઈએ ત્યારે ક્રિસ્પી અને ક્રન્ચી લાગે છે.