- પોરબંદરમાં બરડા જીન પુલમાં સિંહણે ત્રણ બાળ સિંહને જન્મ આપ્યો
- એક માદા, બે નર, વજન 1100 ગ્રામ, ત્રણેય સિંહબાળ તંદુરસ્ત
- ત્રણેય સિંહબાળ ને જૂનાગઢ સક્કર બાગમાં ખસેડાયા
પોરબંદરમાં બરડા જિન પુલમાં સિંહણે ત્રણ બાળ સિંહને આપ્યો જન્મ
પોરબંદરના બરડા અભ્યારણ્યમાં સાતવિરડા નેશ ખાતે લાયન જીનપુલ પ્રોજેકટ અંતર્ગત રાખવામાં આવેલી સિંહણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. માદા સિંહણ વનવિભાગના વેટરનરી ડોકટર તથા સ્થાનિક સ્ટાફના સતત નિરીક્ષણ હેઠળ રાખેલી હતી. એક માદા અને બે નર ત્રણેય સિંહબાળ હાલ તંદુરસ્ત છે.
પોરબંદર: સિંહોની પ્રજાતિને બચાવવા અને તેમનું જતન અને સંવર્ધન કરવા માટે જૂનાગઢ ગીરના જંગલમાંથી સિંહોને પોરબંદરના બરડા ડુંગરમાં લઇ આવ્યા હતાં. જ્યાં એ-વન નામના સિંહ અને એક માદા સિંહણના સંવનનથી માદા સિંહણે ત્રણ બચ્ચાઓને જન્મ આપ્યો છે. જેને લઇને વન વિભાગ તંત્ર સહિત લોકોમાં ખુશીની લહેર છવાઈ છે.
વનવિભાગ દ્વારા માદા અને સિંહ બાળની રખાઈ છે સતત દેખરેખ
પોરબંદરના બરડા અભ્યારણ્યમાં સાતવિરડા નેશ ખાતે લાયન જીનપુલ પ્રોજેકટ અંતર્ગત રાખવામાં આવેલી સિંહણએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. માદા સિંહણ વનવિભાગના વેટરનરી ડોકટર તથા સ્થાનિક સ્ટાફના સતત નિરીક્ષણ હેઠળ રાખેલી હતી. હાલમાં સાતવિરડા ખાતે એક નર સિંહ 'એ–વન' તથા બે માદા તથા સાતમાસ આગાઉ જન્મેલા બે બચ્ચાં મળી કુલ પાંચ પ્રાણીઓ છે, તેવુ વન વિભાગ અધિકારીએ જણાવ્યું હતું.