ગુજરાત

gujarat

ETV Bharat / state

વિદેશી જહાજ "બૌડીકા" ગાંધીજીના જન્મ સ્થળની સફરે આવી પહોંચ્યું - Gandhiji

૧૯૪૭ પહેલાં બ્રિટીશરોનું ભારતમાં શાસન હતું અને જેમાંથી મુક્તિ અપાવવા માટે અને ક્રાંતિવીરોએ શહીદી વ્હોરી હતી, ત્યારે ગુલામીમાંથી આઝાદી અપાવવા માટે ભારતના એક પુરુષ જેમણે આખું વિશ્વ મહાત્મા ગાંધી તરીકે ઓળખે છે. તેમનો જન્મ સ્થળ પોરબંદરની મુલાકાતે આજે વિદેશી જહાજ આવી પહોંચ્યું હતું અને સાડા ત્રણસોથી પણ વધુ વિદેશીઓએ ગાંધીજીના જન્મસ્થળ કિર્તિ મંદિરની મુલાકાત લીધી હતી અને ગાંધીજી ના સત્ય અને અહિંસાના સૂત્રોને વખાણ્યા હતા.

વિદેશી જહાજ "બૌડીકા" ગાંધીજીના જન્મ સ્થળની સફરે આવી પહોંચ્યું
વિદેશી જહાજ "બૌડીકા" ગાંધીજીના જન્મ સ્થળની સફરે આવી પહોંચ્યું

By

Published : Feb 17, 2020, 2:56 PM IST

Updated : Feb 17, 2020, 3:15 PM IST

પોરબંદર : બ્રિટિશ યોદ્ધા મહારાણીના નામ પર 'બૌડીકા' જહાજનું નામ રાખવામાં આવ્યું છે અને આ જહાજમાં આધુનિક તમામ સગવડતાઓ છે જેને મેગા સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. મુસાફરોને આરામદાયક સફળ સાથે વિશ્વની સફર આ જહાજમાં કરાવવામાં આવે છે. જેમાં બેડરૂમ, રેસ્ટોરન્ટ, સ્વિમિંગ પુલ, સ્પા, જિમ, સન ડેસ્ક સહિત રમતગમત માટે સુવિધા પણ પુરૂ પાડે છે જેમાં 448 કેબીન છે અને 853 જેટલા મુસાફરો રહી શકે તેવી સુવિધા છે. આ ઉપરાંત 329 ક્રુ મેમ્બરનો સ્ટાફ સતત સેવામાં હોય છે. 205.47 મિટરની લંબાઇ ધરાવતું આ ક્રુઝ વિશ્વના વિવિધ દેશોની સફરે નીકળે છે.

વિદેશી જહાજ "બૌડીકા" ગાંધીજીના જન્મ સ્થળની સફરે આવી પહોંચ્યું
170 વર્ષથી ફ્રેડ ઓલિસન ફેમિલી બિઝનેસ મુસાફરો માટેની શિપનો હતો અને શરૂઆતમાં તેઓ પાસે માત્ર બે શિપ હતી, ત્યારબાદ તેમાં વધારો થતો ગયો અને 1933માં ફ્રેડ ઓલિસનના મૃત્યુ બાદ તેના પુત્રો રુડોલ્ફ અને ફેડરીકે આ બિઝનેશ શરૂ રાખ્યો અને આજે અનેક મુસાફરોના જહાજો દુનિયા ભરની સફર કરી રહ્યા છે. 'બૌડીકા' જહાજ પોરબંદર જેટી પર વહેલી સવારે 7 કલાકે આવી પહોંચ્યું હતું. જેમાં 700 વિદેશી સહેલાણીઓ પધાર્યા હતા અને 352 ફિલિપિન્સ, કેનેડા, જર્મની સહિતના વિદેશી સહેલાણીઓએ પોરબંદરમાં ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લઈ સ્ટ્રીટ વોક કર્યું હતુ. પ્રવાસન વિભાગ દ્વારા ઢોલ અને શરણાઈ વગાડી યુવતીઓએ કુમકુમ તિલક કરી પરંપરાગત મહેર રાસ દ્વારા સ્વાગત કર્યું હતું. આ તકે તમામ પ્રવાસીઓને આરોગ્ય વિભાગે કોરોના વાઇરસને પગલે તપાસ કર્યા હતાં.
Last Updated : Feb 17, 2020, 3:15 PM IST

ABOUT THE AUTHOR

...view details